Western Times News

Gujarati News

એક મહિનામાં કોરોનાને કારણે એક પણ વ્યક્તિએ જીવ નથી ગુમાવ્યો

અમદાવાદ,કોરોનાના સંદર્ભમાં ગુજરાતીઓ માટે એક રાહત આપનારા સમાચાર સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ૭મી મેના રોજ ખેડા જિલ્લામાં કોરોનાને કારણે એક વ્યક્તિનું નિધન થયુ હતું, ત્યારપછીથી એટલે કે ૮મી મેથી ૭ જૂન સુધી પાછલા એક મહિનામાં ગુજરાતમાં કોરોનાને કારણે એક પણ વ્યક્તિએ જીવ નથી ગુમાવ્યો. માર્ચ ૨૦૨૦માં કોરોના મહામારીની શરુઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધી પ્રથમ વાર એવુ બન્યું છે કે આખા એક મહિનામાં કોવિડ ૧૯ને કારણે એક પણ વ્યક્તિનું મૃત્યુ ના નોંધાયું હોય.

ઉલ્લેખનીય છે કે ૭ મે, ૨૦૨૨ના રોજ ખેડામાં જે નિધન થયું તેના ૧૬ દિવસ પહેલા જામનગર શહેરમાં ૨૧મી એપ્રિલના રોજ એક વ્યક્તિએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો હતો. ટૂંકમાં કહીએ તો, ૧ માર્ચ પછીથી ગુજરાતમાં ૧૪ દર્દીઓના મૃત્યુ કોરોનાને કારણે થયા છે. જાે ૨૦૨૨ના પ્રથમ બે મહિના સાથે સરખામણી કરવામાં આવે તો, જાન્યુઆરી અને ફેબ્રુઆરી ૨૦૨૨માં કુલ ૮૧૨ દર્દીઓએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો હતો. સત્તાવાર આંકડા અનુસાર, ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી મહામારીને કારણે ૧૦,૯૪૪ લોકોનાં નિધન થયા છે.

શહેરના એક ફિઝિશિયન જણાવે છે કે, માત્ર ગુજરાત જ નહીં આખા દેશમાં ઓમિક્રોન વેરિયન્ટે સ્થિતિ બદલી છે. આ વેરિયન્ટને કારણે સંક્રમણનું જાેખમ વધારે રહે છે પરંતુ ફેફસા તેના કારણે ઘણાં ઓછા પ્રભાવિત થાય છે. કોરોનાની બીજી લહેરમાં દર્દીઓના ફેફસા વધારે પ્રભાવિત થતા હતા અને બ્લડ ક્લોટિંગની સમસ્યા પણ દર્દીઓમાં મોટા પ્રમાણમાં જાેવા મળતી હતી. સમગ્ર મહામારી દરમિયાન બીજી લહેર દરમિયાન સૌથી વધારે લોકોનાં મૃત્યુ થયા છે. પરંતુ હવે આ પ્રકારના કોરોનાના દર્દીઓના કેસ સામે નથી આવી રહ્યા, જે સારી વાત છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં કોરોનાના કેસ ફરીથી વધી રહ્યા છે.

અમદાવાદ શહેરમાં ૪ જૂનના રોજ ૨૦૦ કોરોનાના કેસ નોંધાયા હતા. એએમસીના એક અધિકારીના જણાવ્યા અનુસાર, જાેધપુર, બોડકદેવ, સરખેજ, થલતેજ, પાલડી વગેરે વિસ્તારોમાં ખાસકરીને કેસ વધી રહ્યા છે. જાે સ્થિતિ આ પ્રકારની રહી તો ફરી એકવાર વિસ્તારોને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવાની શરુઆત કરવી પડશે.SS1KP

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.