Western Times News

Gujarati News

રીક્ષાના મિનિમમ ભાડામાં વધારોઃ 1 કિમી.ના 20 રૂપિયા

પ્રતિકાત્મક

પ્રત્યેક કી.મી. દીઠ ૧૫ નું ભાડું વસુલવામાં આવશે

(પ્રતિનિધિ) ગાંધીનગર, રાજ્યમાં રિક્ષાભાડામાં બે રૂપિયાનો નજીવો વધારો કરવામાં આવ્યો છે. રીક્ષા એસોસિએશન ની મંગણીઓ મુજબ સરકારે મિનિમમ અને પ્રતિ કી. મી માં ૨ રૂપિયા નો વધારો કરતાં રીક્ષા ચાલકોને દૈનિક આર્થિક નુક્શાનમાં આંશિક રાહત મળશે.

રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પૂર્ણશ મોદીએ કરેલા ર્નિણય અંગે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં ગેસના ભાવ વધવાના કારણે રીક્ષા ચાલકોને દરરોજ ૫૦ થી ૬૦ રૂપિયાનું આર્થિક નુકશાન વેઠવું પડતું હતું. જાેકે આજે રીક્ષા એસોસિયેશન સાથે થયેલી વાટાઘાટો બાદ લાખો રીક્ષા ચાલકો માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા ર્નિણય કરવામાં આવ્યો છે

કે ૧૦ જૂન ૨૦૨૨ થી રીક્ષા ભાડામાં મિનિમમ ૧ કી. મી ના ૨૦ રૂપિયા અને ત્યારબાદ પ્રત્યેક કી.મી. દીઠ ૧૫ નું ભાડું વસુલવામાં આવશે. એટલે કે અગાઉ ના લેવાતા મિનિમમ અને પ્રત્યેક કી. મી.દીઠભાડા માં માત્ર ૨ રૂપિયા નો જ વધારો કરવામાં આવ્યો છે.

અને આ ભાવ વધારો આગામી ૩૧ મેં ૨૦૨૩ સુધી અમલમાં રહેશે તેમ વાહન વ્યવહાર મંત્રી પૂર્ણશ મોદીએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ ૧ કી. મી ના ૧૮ રૂપિયા ભાડુ વસુલ કરવામાં આવતું હતું જે રીક્ષા એસોસિએશન દ્વારા સરકાર સમક્ષ ૩૦ રૂપિયા કરવાની માંગણી હતી.

જ્યારે રનિંગ કી. મી ના ૧૩ ની જગ્યાએ ૧૫ રૂપિયા કરવાની માંગણી રીક્ષા એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી. પરંતુ રાજ્ય સરકારે રીક્ષા એસોશીએશન માગણીના સમર્થનમાં વચ્ચેનો રસ્તો કાઢી આગાઉના ૧૮ રૂપિયા ની જગ્યાએ ૨૦ અને પ્રત્યેક કી મી ના ૧૩ રૂપિયા ની જગ્યાએ ૧૫ રૂપિયા નું ભાડું નક્કી કર્યું છે. તો બીજી તરફ સરકારના આ ર્નિણયને રીક્ષા એસોશીએશન દ્વારા પણ માન્ય રાખ્યો છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.