ગાંધીનગર મેયરના હસ્તે મહાનગરપાલિકાના ૨૮૮ કોરોના વોરિયર્સનું સન્માન
(પ્રતિનિધિ) ગાંધીનગર, આજ રોજ ગાંધીનગર માહાનગરપાલિકા ખાતે કોરોનાની વૈશ્વિક મહામારી દરમિયાન પોતાના જીવને જાેખમમાં મુકીને કોરોના વોરિયર્સ તરીકે સેવા આપનાર ગાંધીનગર માહનગરપાલિકાના અધિકારીઓ તથા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યુ હતું.
જે અંતર્ગત ગાંધીનગરના પ્રથમસેવક મેયર હિતેષ મકવાણાના વરદહસ્તે કર્મચારિયોને ચેક વિતરણ કરવામાં આવ્યુ હતું તથા માનનીય મેયર, માનનીય ડેપ્યુટી મેયર, માન. ચેરમેન, માન. મ્યુનિસિપલ કમિશનર તેમજ માન. નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રીઓના હસ્તે કોરોના વોરિયર્સ સમાન કર્મચારિયોને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
ગાંધીનગર માહાનગરપાલિકા દ્વારા કુલ ૨૮૮ કોરોના વોરિયર્સને રૂપિયા ૨૨ લાખ ૩૫ હજારના પુરસ્કાર ચેક વિતરણ કરવામાં આવ્યા. જેમાં વર્ગ ૧ના કુલ ૩ કર્મચારિયોને રૂ. ૨૦,૦૦૦ ના ચેક, વર્ગ ૨ ના કુલ ૯ કર્મચારિયોને રૂ. ૧૫,૦૦૦ ના ચેક, વર્ગ ૩ના કુલ ૧૩૨ કર્મચારિઓને રૂ. ૧૦,૦૦૦ ના ચેક તેમજ વર્ગ ૪ના કુલ ૧૪૪ કર્મચારિઓને રૂ. ૫૦૦૦ના ચેક અર્પણ કરવામાં આવ્યા.
આ ઉપરાંત ૫ સ્વર્ગસ્થ કર્મચારિઓના પરિજનોને પણ ચેક અર્પણ કરવામાં આવ્યા. આ તકે મેયરએ કોરોના વોરિયર્સને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે ગાંધીનગર મહાનગરપાલિકાના કર્મચારિયોએ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર પોતાની જીવને જાેખમમાં મુકીને ચોવિસ કલક સતત કામગીરી કરી છે તે અદ્વિતિય છે અને તેમણે સમાજ પ્રત્યેની પોતાની નિષ્ઠાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે.