મોડાસાના ખલીકપુર ગામ નજીક વીજતાર ડમ્પરને અડકી જતા ડમ્પર ભડભડ સળગ્યું
(પ્રતિનિધિ) મોડાસા, અરવલ્લી જીલ્લામાં વીજતંત્ર ચોમાસાની ઋતુ પહેલા પ્રિ મોન્સૂન કામગીરી હેઠળ વારંવાર વીજપુરવઠો ખોરવી થતી કામગીરી પછી પણ વીજતાર લચકાતા રહેતા શોર્ટ સર્કિટ થી અનેકવાર આગ લાગવાની ઘટનાઓ બને છે મોડાસાના ખલીકપુર ગામે ડમ્પરને વીજતાર અડકી જતા ડમ્પરમાં આગ લાગતા સમયસૂચકતા વાપરી ડ્રાઈવર અને ક્લીનર કૂદી પડતા આબાદ બચાવ થયો હતો.
મોડાસાના ખલીકપુર ગામ નજીક રોડ પરથી પસાર થતા ડમ્પરને રોડ પરથી પસાર થતા લચકાતા વીજતાર અડકી જતા ડમ્પર ભડભડ સળગવા માંડતા ડ્રાઈવર, ક્લીનર જીવ બચાવી ડમ્પર ઉભું રાખી કૂદી પડ્યા હતા ડમ્પરમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા નીકળતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા વીજતાર અડકેલા હોવાથી કરંટ લાગવાના ડર થી કોઈએ નજીક ફરકવાની હિંમત કરી ન હતી ડમ્પરમાં આગ લાગવાની ઘટનાની જાણ મોડાસા નગરપાલિકા ફાયરબ્રિગેડને થતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયત્નો હાથધર્યા હતા.*