માલદીવ પહોંચતા અંગૂરી ભાભીએ સાડી છોડી ડ્રેસ પહેર્યો

મુંબઈ, ભાભી જી ઘર પર હૈ સીરિયલમાં અંગૂરી ભાભીનું પાત્ર નિભાવી શુભાંગી અત્રે ખુબ જાણીતી બની ગઈ છે. શોમાં હંમેશા સાડી પહેરનાર અંગૂરી ભાભી આ દિવસોમાં માલદીવમાં રજા માણી રહી છે. જ્યાં એક્ટ્રેસે ગ્લેમરસ ડ્રેસ પહેરી એવું ફોટોશૂટ કરાવ્યું છે કે તેની તસવીરો વાયરલ થઈ રહી છે.
આ તસવીરોમાં શુભાંગી અત્રે બ્લૂ અને વ્હાઇટ કોમ્બિનેશનના ડ્રેસમાં જાેવા મળી છે. અભિનેત્રીનો આ ડ્રેસ ઉપર તરફથી બ્રાલેટ સ્ટાઇલનો છે તો તેની સાથે શુભાંગીએ ટ્રાઉઝર પહેર્યું છે. પોતાના લુકને પૂરો કરવા માટે શુભાંગી ગોગલ્સની સાથે લાઇટ મેકઅપમાં જાેવા મળી.
View this post on Instagram
આ તસવીરમાં અભિનેત્રીની પાછળનું બેકગ્રાઉન્ડ શાનદાર છે. દૂર સુધી સમુદ્ર જાેવા મળી રહ્યો છે. તો શુભાંગી રેતીમાં ઉભી રહીને તસવીરો ખેંચાવી રહી છે. આ તસવીરોને અંગૂરી ભાભીએ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેપ્શનની સાથે શેર કરી છે. જેમાં અભિનેત્રીએ જણાવ્યું કે તે માલદીવમાં છે.SS1MS