છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા ૭૫૮૪ કેસ નોંધાયા
નવી દિલ્હી, કોરોના ચેપ સામેની લડાઈ હજી પણ વિશ્વભરમાં ચાલી રહી છે. આ દરમિયાન ભારતમાં પણ કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોવિડ-૧૯ના ૭,૫૮૪ નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના કારણે ૨૪ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે જ આ સમયગાળા દરમિયાન કોરોનાથી સંક્રમિત ૩,૭૯૧ દર્દીઓ સાજા પણ થયા છે.
૫ સૌથી વધુ સંક્રમિત રાજ્યો વિશે વાત કરીએ તો, મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૨૮૧૩, કેરળમાં ૨૧૯૩, દિલ્હીમાં ૬૨૨, કર્ણાટકમાં ૪૭૧ અને હરિયાણામાં ૩૪૮ હતા. દેશમાં મળી આવેલા કુલ કેસોમાંથી ૮૫% આ ૫ રાજ્યોમાં મળી આવ્યા છે. જ્યારે એકલા મહારાષ્ટ્રમાં ૩૭.૦૯% કેસ મળી આવ્યા છે.
છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૨૪ લોકોના મોત થયા છે. જ્યારે તેના એક દિવસ પહેલા માત્ર ૮ લોકોના મોત થયા હતા. ભારતમાં મહામારીને કારણે અત્યાર સુધીમાં ૫,૨૪,૭૪૭ લોકોએ જીવ ગુમાવ્યા છે. ભારતમાં રિકવરી રેટ વધીને ૯૮.૭% થઈ ગયો છે.
છેલ્લા ૨૪ કલાકમાં ૩,૭૯૧ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. દેશમાં અત્યાર સુધીમાં ૪,૨૬,૪૪,૦૯૨ લોકો કોરોનાથી સાજા થયા છે. એક્ટિવ કેસ વધીને ૩૬,૨૬૭ થઈ ગયા છે. છેલ્લા ૨૪ કલાકમાં સક્રિય કેસોમાં ૩,૭૬૯ નો વધારો થયો છે.
કેન્દ્રએ રાજ્યોને સતર્ક રહેવા જણાવ્યું છે ગુરુવારે પણ દેશમાં ૭ હજારથી વધુ કેસ નોંધાયા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ તરફથી દેશના તમામ રાજ્યોને પત્ર લખવામાં આવ્યો છે. પત્રમાં કોરોનાના નિયમોનું પાલન કરવા અને ટેસ્ટિંગ અને ટ્રેસિંગ કરવાનું પણ કહેવામાં આવ્યું છે. ગુરુવારે, કોરોનાના ૭૨૪૦ કેસમાંથી ૮૧ ટકા માત્ર ચાર રાજ્યો મહારાષ્ટ્ર, કેરળ, દિલ્હી અને કર્ણાટકમાં જાેવા મળ્યા હતા.SS1MS