Western Times News

Gujarati News

હું સુરક્ષિત રહું માટે મારી દીકરી ૨ મહિના સ્કૂલે ના ગઈ:મહિમા

અભિનેત્રી મહિમા ચૌધરીને થયું હતું કેન્સર

તે પોતાના વાર્ષિક બોડી ચેકઅપ કરાવી રહી હતી ત્યારે સોનોગ્રાફીમાં ગાંઠ જેવું દેખાયું હતું: મહિમા ચૌધરી
મુંબઈ,
બોલિવુડમાંથી વધુ એક સેલિબ્રિટી કેન્સરનો શિકાર થઈ હોવાના સમાચાર આવી રહ્યા છે. ફિલ્મ પરદેસથી પોપ્યુલર થયેલી એક્ટ્રેસ મહિમા ચૌધરીને બ્રેસ્ટ કેન્સર થયું હતું. મહિમા ચૌધરીએ તાજેતરમાં જ આ વાતનો ખુલાસો કર્યો છે. અનુપમ ખેરની મદદથી મહિમા ચૌધરીએ કેન્સર અંગેની વાત લોકો સુધી પહોંચાડી છે.

અનુપમ ખેરે મહિમાનો એક વિડીયો પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં મહિમા પોતાના કેન્સર અંગે વિગતવાર વાત કરે છે. વિડીયોના અંતે અનુપમ ખેરે મહિમા ચૌધરીને ‘હીરો’ ગણાવી છે. તો ભાવુક થયેલી મહિમાએ મદદ માટે અનુપમ ખેરનો આભાર માન્યો છે.એક્ટ્રેસ મહિમા ચૌધરીએ જણાવ્યું કે બ્રેસ્ટ કેન્સરની સારવાર માટે હું અમેરિકા નહોતી ગઈ. બ્રેસ્ટ કેન્સરની સારવાર દરમિયાન હું મુંબઈમાં જ હતી.

હવે હું કેન્સરમુક્ત થઈ ગઈ છું. જ્યારે મહિમા ચૌધરીની બ્રેસ્ટ કેન્સરની સારવાર ચાલી રહી હતી ત્યારે તેની દીકરી આર્યના સ્કૂલ પણ નહોતી ગઈ. તેણે ઘરે જ ઓનલાઈન ક્લાસ ભર્યા હતા.એક્ટ્રેસ મહિમા ચૌધરીએ વધુ વાત કરતા જણાવ્યું કે, મારી દીકરીએ મને કહ્યું કે જ્યાં સુધી સારવાર ચાલશે ત્યાં સુધી તે સ્કૂલે નહીં જાય કારણકે કોરોનાકાળમાં બહારથી ઘરે આવીને કોરોના વાયરસના સંક્રમણનું રિસ્ક લેવા નહોતી માગતી.

ત્યારે હું બ્રેસ્ટ કેન્સરમાંથી સાજી થઈ રહી હતી અને દરમિયાન મારી દીકરીએ ઘરે જ રહીને ઓનલાઈન ક્લાસ ભરવાનું યોગ્ય માન્યું.વિડીયોમાં મહિમા ચૌધરી જણાવે છે કે, તે પોતાના વાર્ષિક બોડી ચેકઅપ કરાવી રહી હતી ત્યારે સોનોગ્રાફીમાં ગાંઠ જેવું દેખાયું હતું. જેથી તેણે ઓન્કોલોજીસ્ટનો સંપર્ક કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તેના શરીરમાં મળેલા સેલ્સ કેન્સરના નથી પરંતુ એક નાનો ટુકડો કેન્સરમાં પરિવર્તિત થઈ ગયો હતો.

જે બાદ મહિમાએ કીમોથેરાપી શરૂ કરાવી હતી. શરૂઆતના તબક્કાનું કેન્સર હોવાથી મહિમા ચૌધરી હાલ સંપૂર્ણપણે સાજી થઈ ગઈ છે.વિડીયો શેર કરતા અનુપમ ખેરે લખ્યું, મહિમા ચૌધરીની હિંમત અને કેન્સરની વાતઃ એક મહિના અગાઉ મેં યુએસથી મહિમા ચૌધરીને મારી ૫૨૫મી ફિલ્મ ‘ધ સિગ્નેચર’માં મહત્વની ભૂમિકા ભજવવા માટે ફોન કર્યો હતો. વાત વાતમાં જાણવા મળ્યું કે, મહિમાને બ્રેસ્ટ કેન્સર છે.

પછી શું થયું તે અમારી વચ્ચેના આ સંવાદમાં જાેઈ શકશો.મહિમાનો દ્રષ્ટિકોણ દુનિયાભરની મહિલાઓ માટે આશાનું કિરણ બની શકે છે. તે ઈચ્છતી હતી કે તેના આ ખુલાસાનો હું ભાગ બનું. મહિમા મને આશાવાદી કહે છે પરંતુ વહાલી મહિમા ‘તું મારી હીરો છે. મિત્રો, તેને તમારા આશીર્વાદ, પ્રેમ, શુભેચ્છાઓ અને હૂંફ આપો. હવે તે સેટ પર પાછી ફરી ગઈ છે. ફરીથી ઉડાન ભરવા તૈયાર છે. બધા જ પ્રોડ્યુસરો અને ડાયરેક્ટરો હવે તે કામ માટે તૈયાર છે. જય હો.sss


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.