ગણતરીના દિવસોમાં ત્રીજા સોની પાસેથી લુંટ : મણીનગરની ઘટના
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં વધતી જતી ગુનાખોરીમાં હવે દીવાળીના તહેવારો દરમ્યાન સોનીઓ લૂંટા\ઓનો સોફ્ટ ટાર્ગેટ બન્યા છે. એક પછી એક સોનીઓ લૂંટાતા પોલીસ તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે. આ સમગ્ર ઘટનાઓમાં પર પ્રાંતિય ગેંગ સંડોવાયેલી હોવાનું મનાઈ રહ્યુ છે. સતત ચાર દિવસથી બની રહેલી ઘટનાઓમાં ગઈકાલે મણીનગરમાં પણ સોની લૂંટાયો છે.
થોડા દિવસ અગાઉ જ સી.જી. રોડ પરથી દાગીના ભરેલી બેગની લુંટ બાદ માણેકચોક નજીકથી તસ્કરો યુવાનના ખિસ્સામાંથી ત્રણ લાખની કિંમતની સોનાની રણી ચોરી ગયાની ઘટના હજી તાજી જ છે ત્યાં જ સોની સાથે લુંટની વધુ એક ઘટના બહાર આવી છે જેમાં દુકાનેથી ઘરે આવેલા સોનાના હાથમાંથી આશરે અઢી લાખના દાગીના ભરેલી બેગની લુંટ કરી બે શખ્સો ફરાર થઈ ગયા છે.
દિનેશભાઈ શાહ નામના વૃદ્ધ ખોખરા સર્કલ આગળ ઝવેરી જવેલર્સ નામે દુકાન ધરાવે છે અને મણીનગર ગોપાલ ટાવર પાછળ દિપસાગર ફલેટમાં રહે છે બુધવારે રાત્રે રાબેતા મુજબ દુકાન બંધ કર્યા બાદ દિનેશભાઈ રીક્ષામાં બેસીને પોતાના ઘરે આવ્યા હતા. રીક્ષાનું ભાડુ ચુકવી ઝાંપા આગળ ઉભા રહેતા દિનેશભાઈ પોતાનું પર્સ ખિસ્સામાં મુકતા હતા એ જ વખતે અંધારામાંથી અચાનક જ એક શખ્સ તેમની નજીક આવ્યો હતો.
જેણે દિનેશભાઈના હાથમાંથી સોનાના દાગીના તથા રોકડ રૂપિયા પપ હજારથી વધુની રકમ સહીત કુલ અઢી લાખની મત્તા ભરેલી બેગ ઝપાઝપી કરી ઝુંટવી લીધી હતી દિનેશભાઈએ તેનો પીછો કરતા ગલીની બહાર રાહ જાઈ ઉભા રહેલા સાગરીતની બાઈક પાછળ બેસીને શખ્સ મણીનગર રેલવે સ્ટેશન તરફ ભાગી છુટયો હતો.
દિનેશભાઈએ બુમાબુમ કરી મુકતા લોકો એકત્ર થયા હતા. બાદમાં મણીનગર પોલીસે લુંટની ફરીયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.