Western Times News

Gujarati News

ફટાકડાના ભાવમાં ૧૮ ટકા GSTને કારણે ર૦ થી રપ ટકાનો વધારો

Files Photo

અમદાવાદ :  ભદ્રથી પાનકોરનાકા સુધી કીડીયાળુ ઉભરાય એટલી ભીડ જરૂર જાવા મળે છે. પરંતુ તેને કારણે માનવું કે બજારમાં મંદીનો માહોલ નથી એ યોગ્ય નથી. આ શબ્દો છે ફટાકડા બજારના અગ્રણી વેપારીના. વાત હકીકત છે. લોકો ખરીદ કરવા આવે છે પરંતુ તેમાંથી મોટાભાગના લોકો તો ફેરીયા પાસેથી જ ખરીદ કરી સંતોષ માનતા હોય છે.
વરસાદ અને જીએસટીનો ૧૮ ટકા ટેક્ષ, જેને કારણે ફટાકડા ઉત્પાદનમાં પણ ઘેરી અસર કપડી છે.

દર વર્ષે જેટલું ટર્ન ઓવર થાય છે તેનાથી આ વર્ષે પ૦ ટકા પણ થયુ નથી. પરંતુ આશા છે કે દિવાળી આવતા સુધીમાં ધરાકી સારી નીકળશે. પપપ બોંમ્બ, મીરચી બોમ્બ તથા કોઠીની બનાવટ અમદવાદની હદ બહાર આવેલ વાંચ ગામમાં છે. ફટાકડાં ઉત્પાદનના અગ્રણી નદીમ બાગબાનાન્ું કહેવું છે કે દર વર્ષે દિવાળી પહેલા છ મહિના પહેલાં જ ફટાકડાં બનાવવાની ફેકટરી ધમધોકાર ચાલું થઈ છે. પરંતુ આ વર્ષે વરસાદ સપ્ટેમ્બર સુધી લંબાયો અને જેને કારણે રો-મટીરીયલ્સ પલળી ગયુ ને જે બચી ગયુ તેમાં ભેજ લાગી ગયો. જેને કારણે ફટાકડા, કોઠી, બોમ્બ બનાવવાના ખર્ચામાં વધારો થયો. પરિણામે આ વર્ષે ફટાકડા મોંઘા થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.