Western Times News

Gujarati News

રૂ. ૨૭.૫૦ લાખના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપતું અમદાવાદ ક્રાઈમ બ્રાંચ

અમદાવાદ : અમદાવાદ શહેરના જાહેર માર્ગો ઉપર દિવાળી ના તહેવારો માં વાહન ઉપર આવી સરનામુ પુછવાના બહાના હેઠળ ચીલ ઝડપ કરી સોનાની લુંટ કરવા અંગેના બનાવો બનવા પામતા હોય જેથી આવા ગુન્હાઓ બનતા અટકાવવા તથા શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતાં.

દરમ્યાન મળેલ ચોક્કસ બાતમી આધારે સરદારનગર કુબેરનગર આર્દશ સ્કુલ પાસે રોડ ઉપર પ્રફલ્લ ઉફે પારસ અતુલભાઇ ધમડે (છારા) ઉ.વ.૨૧ રહે. ભયાજીની ચાલી સંતોષી નગર સરદારનગર અમદાવાદ શહેર નાને પકડી તેની પાસેથી સોનાના રીયલ ડાયમડ જડીત દાગીના કિ.રૂ.૭.૦૦ ૦૦૦/- તથા એકસેસ સ્કુટર કિ.રૂ.૫૦ ૦૦૦/ મળી કુલ્લે કિ.રૂ.૭.૫૦.૦૦૦/ ના મુદ્દામાલ સાથે જેના કબ્જાનો આ મુદ્દામાલ કબ્જે કરી સી.આર.પી.સી. ૪૧(૧)ડી મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ.

સદર પકડાયેલ આરોપીની પુછપરછ કરતાં આરોપી અગાઉ ગાડીઓના કાચ તોડી પર્સ ચોરી તેમજ અન્ય કિમતી સામાનની ચોરી કરવાના ગુનામાં અગાઉ ચાંદખેડા પો.સ્ટે તથા સરદારનગર પો.સ્ટે .રામોલ પો.સ્ટે તેમજ ઇસનપુર પો.સ્ટે માં પકડાયેલ છે આરોપી પોતાના મુન્નાભાઇ છારા સાથે ભેગા મળી આ ગુનો કરેલ છે.

આરોપીની વધુ પુછપરછ કરી આ પ્રકારની મોડસ ઓપરેન્ડી વડે બનેલ અન્ય વણશોધાયેલ ગુન્હાઓમાં આરોપીની સંડોવણી બાબતેની વધુ તપાસ તજવીજ પો.ઈન્સ.જે.એન.ચાવડા તથા તેઓની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.