રતલામમાં ૨૫થી વધુ લોકોએ હિન્દુ ધર્મ અપનાવી ઘરવાપસી કરી
રતલામ,મધ્ય પ્રદેશના રતલામના આંબામાં લગભગ બે ડઝન લોકોએ હિન્દૂ ધર્મ અપનાવ્યો હોવાનું સામે આવ્યું છે. દીક્ષા લેનારાનું કહેવું છે કે તેઓ ક્યારેય મુસ્લિમ હતા જ નહીં.તેઓ ઘુમક્કડ જાતિના લોકો છે. જેઓ ભિક્ષા માગીને ગુજરાન ચલાવે છે. જ્યારે દીક્ષા અપાવવામાં સામેલ મહારાજે જણાવ્યું હતું કે આ બધા લોકો શિવપુરાણ સાંભળવા માટે આવ્યા હતા જેનાથી તેમનું મન પરિવર્તન થયું.
મહારાજના દાવા મુજબ મનપરિવર્તનના કારણે આ લોકોએ હિન્દૂ ધર્મ અપનાવ્યો છે.
તેઓની અંદર રહેલો સનાતન ધર્મ જાગ્યો. જે બાદ તેઓએ કહ્યું કે અમારા પૂર્વજાે જ્યાં હતા ત્યાં જ અમે વાપસી કરવા માગીએ છીએ. દરેક સમાજના લોકોની સામે તેઓએ સનાતન ધર્મ સ્વિકાર કર્યો હતો. એક સાથે સમૂહિક રીતે તેઓએ ધર્મ પરિવર્તન કર્યું હતું.સનાતન ધર્મ અપનાવનારાઓનું કહેવુ છે કે અમે ક્યારેય મસ્જિદ નથી ગયા, ક્યારેય નમાઝ પણ નથી પઢી, ના મુસ્લિમ ધર્મના અન્ય કોઇ રીવાજાેને અનુસર્યા છે.
ધર્મ પરિવર્તન કરનારી એક મહિલાનું કહેવુ છે કે મારુ નામ પહેલા પણ આશા હતું અને આજે પણ આશા છે. અમારા બાપ દાદા હિન્દૂ હતા. અમે સદીયોંથી દેવી દેવતાઓની પૂજા કરતા આવ્યા છીએ. ધર્મ પરિવર્તન કરનારાઓમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે.HS2KP