Western Times News

Gujarati News

અમદાવાદના વાતાવરણમાં પલટો જાેવા મળ્યો: કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટું

નવા વાડજ, ઘાટલોડિયા, ચાંદખેડા અને ગોતા તેમજ એસજી હાઈવેના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો

અમદાવાદ, શનિવારે અમદાવાદના વાતાવરણમાં પલટો જાેવા મળ્યો અને કેટલાંક વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું છે. આજે અમદાવાદના વૈષ્ણોદેવી વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું અને તે સિવાય શહેરના નવા વાડજ, ઘાટલોડિયા, ચાંદખેડા અને ગોતા તેમજ એસજી હાઈવેના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી માહોલ સર્જાય તેવી શક્યતા છે. રાજ્યના અન્ય ભાગોમાં વાદળછાયું વાતાવરણ છવાઈ જતાં તાપમાનમાં ૨ ડિગ્રી જેટલો ઘટાડો થશે.

મળતી માહિતી મુજબ, રાજ્યમાં સૌરાષ્ટ્રના વિસાવદર, ગીરગઢડા અને વેરાવળ પંથકમાં આજે વરસાદ પડ્યો હતો. વિસાવદર અને ગીરગઢડા પંથકમાં બપોરના સમયે અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. ત્યારબાદ બપોર પછી ફરી દોઢ ઈંચ વરસાદ વરસતા ગીરગઢડા પંથકમાં આજે ૨ ઈંચ વરસાદ વરસ્યો હતો.

જેને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ ઉપરાંત જુનાગઢ શહેરમાં પણ પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે આજથી ચાર દિવસ સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી ૪૮ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની અસર વધુ જાેવા મળશે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં વરસાદી માહોલ જાેવા મળશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ રહી શકે છે.

આ ઉપરાંત રાજ્યમાં કેટલાક વિસ્તારમાં થન્ડર સ્ટોર્મની એક્ટિવિટી પણ રહી શકે છે. હવામાન વિભાગ અનુસાર આગામી ૪૮ કલાક દરમિયાન ચોમાસાને આગળ વધવા માટેની સ્થિતિ અનુકૂળ દેખાઈ રહી છે

જેના કારણે મેઘરાજના સવારી ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી, ઉત્તર અરબી સમુદ્રના કેટલાક ભાગો, કોંકણના બાકીના ભાગો, ગુજરાત રાજ્યના કેટલાક ભાગો, મધ્ય મહારાષ્ટ્રના મોટાભાગના ભાગો, સમગ્ર કર્ણાટક અને તમિલનાડુ, તેલંગાણાના કેટલાક ભાગો, આંધ્રપ્રદેશમાં આગળ વધશે.ss3kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.