મારા પિતા 1955માં શિમલામાં ઓલ ઈન્ડિયા આર્ટિસ્ટ્સ એસોસિયેશનના આગેવાન હતાઃ મનમોહન તિવારી

ફાધર્સ ડે પિતૃત્વ અને પિતા- સંતાનના જોડાણનું સન્માન કરવા માટે ઊજવવામાં આવે છે. તેઓ તેમના સંતાનોને પ્રોત્સાહન આપવા માટે વિશેષ ભૂમિકા ભજવે છે. તેમને યોગ્ય દિશા બતાવે છે અને જીવનમાં શ્રેષ્ઠતમ બનવા માટે તેમને પ્રોત્સાહન આપે છે.
આ આંતરરાષ્ટ્રીય ફાધર્સ ડે પર એન્ડટીવીના કલાકારો આન તિવારી (બાલ શિવ, બાલ શિવ), ફરહાના ફાતેમા (શાંતિ મિશ્રા, ઔર ભાઈ ક્યા ચલ રહા હૈ?), યોગેશ ત્રિપાઠી (દરોગા હપ્પુ સિંહ, હપ્પુ કી ઉલટન પલટન) અને રોહિતાશ ગૌર (મનમોહન તિવારી, ભાભીજી ઘર પર હૈ) પોતાના પિતા સાથે વિશેષ જોડાણ અને તેમના સુપરહીરો ગુણો વિશે વાતો કરે છે.
એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈમાં રોહિતાશ ગૌર ઉર્ફે મનમોહન તિવારી કહે છે, “મારા પિતા સૌથી ક્રિયાત્મક વ્યક્તિ હતા. તેમને કારણે મને અભિનયમાં રુચિ જાગી અને મારું પેશન મેં પૂરું કર્યું. તેઓ રંગમંચ હસ્તી હતા અને એકસાઈઝ અને ટેક્સ વિભાગમાં પણ કામ કર્યું હતું. તેમણે 1955માં શિમલામાં ઓલ ઈન્ડિયા આર્ટિસ્ટ્સ એસોસિયેશનની આગેવાની કરી હતી
અને મને ડિબેટ્સ, સ્ટેજ શો અને કવિતાની સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહન આપતા હતા. મારા પિતા મારા સુપર ડેડ હતા, જેમણે મારી અંદર પ્રેમ, શક્તિ, સહનશીલતા, સ્વીકાર, બહાદુરી અને અનુકંપા જેવાં મૂલ્યોનું સિંચન કર્યું હતું, જે ગુણ હું મારી પુત્રીને આપવાનો પ્રયાસ કરી રહ્યો છું. હું બધા સુપરડેડને ફાધર્સ ડેની ખૂબ ખૂબ શુભકામના આપું છું. ”
એન્ડટીવી પર બાલ શિવમાં આન તિવારી ઉર્ફે બાલ શિવ કહે છે, “મારા પિતા મારા બેસ્ટ ફ્રેન્ડ છે. અમે શક્ય તેટલું એકત્ર સમય વિતાવીએ છીએ. તેઓ મને બાલ શિવના સેટ્સ પર ડ્રાઈવ કરીને લઈ જાય છે અને મારા ડાયલોગનું રિહર્સલ કરવા સહાય કરે છે. હું ભૂલ કરું તો મને સુધારે છે, પરંતુ મને ઠપકો આપતા નથી. મારી માતા અને મેં ફાધર્સ ડે પર તેમની ફેવરીટ વાનગી બનાવવાની યોજના બનાવી છે, કારણ કે તેઓ મારા સુપરહીરો છે.”
એન્ડટીવી પર ઔર ભાઈ ક્યા ચલ રહા હૈ?માં ફરહાના ફાતેમા ઉર્ફે શાંતિ મિશ્રા કહે છે, “મારા પિતા મારી સૌથી મોટી શક્તિ અને બેસ્ટ સુપરહીરો છે. તેઓ મારા સૌથી ઉત્તમ ડેડ છે, કારણ કે સંવર્ધક પરિવાર છતાં તેમણે મને હંમેશાં સપોર્ટ કર્યો છે અને ઘરમાં બધી મહિલાઓને તેમની આકાંક્ષા પૂરી કરવા પ્રેરિત કરે છે.
તેમણે મને બાઈક સવારી, ઝાડ પર ચઢવાનું શીખવ્યું છે અને સ્પોર્ટસમાં ભાગ લેવા પ્રોત્સાહન આપે છે. તેઓ મારી અંદર વિશ્વાસ રાખે છે અને મને અભિનયમાં કારકિર્દી ઘડવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. પોતાના સંતાનોને તેમનાં લક્ષ્યો સુધી પહોંચવા માટે સતત પ્રોત્સાહન અને સહાય કરતા તે બધા ડેડ્સને હેપ્પી ફાધર્સ ડે.”
એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનમાં યોગેશ ત્રિપાઠી ઉર્ફે દરોગા હપ્પી સિંહ કહે છે, “મને મારા પિતા સૌથી વધુ વહાલા હતા. તેઓ મારા મેન્ટર, ફ્રેન્ડ હતા અને હું નિષ્ફળ જતો ત્યારે મારી પડખે રહેતા હતા. મારા પિતાએ મારા અંદર પોતાની પર વિશ્વાસ રાખવાની અને લક્ષ્યો હાંસલ કરવાની ક્ષમતાની કેળવણી કરી હતી.
તેઓ હંમેશાં મારે માટે ઉતારચઢાવમાં મારા સુપરહીરો રહ્યા છે. ટેલિવિઝન પર મને મોટો બ્રેક મળ્યો તે પૂર્વે મેં પથનાટ્યો અને રંગમંચમાં કામ શરૂ કર્યું હતું, પરંતુ તેમણે મને જબરદસ્ત નૈતિક આધાર આપ્યો હોવાથી મારી કારકિર્દીનું શ્રેય હું તેમને આપું છું. તેમણે મારે માટે ખૂબ મહેનત કરી હતી અને શ્રેષ્ઠતમ હાંસલ કરવાની તેમની ઈચ્છા મને વારસામાં મળી છે, જે હું મારા સંતાનોમાં કેળવી રહ્યો છું.”