Western Times News

Gujarati News

માન્ય ટિકિટ છતાં ઓનબોર્ડિંગ ન કરાતા એર ઈન્ડિયાને દંડ

મુંબઇ, માન્ય ટિકિટ ધરાવતા મુસાફરને પણ ઓનબોર્ડિંગ ન કરતા એર ઈન્ડિયાને રેગ્યુલેટરે દંડ ફટકાર્યો છે. એર ઈન્ડિયા પર કાર્યવાહી કરતા ડિરેક્ટોરેટ ઓફ એવિયેશન ડીજીસીએએ ૧૦ લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. આ સંબંધમાં જારી કરાયેલા એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ડીજીસીએએ માન્ય ટિકિટ ધરાવતા મુસાફરોને બોર્ડિંગ ન કરવા બદલ એર ઈન્ડિયા પર આ દંડ લગાવ્યો છે.

એવિયેશન રેગ્યુલેટર ડીજીસીએએ મંગળવારે જણાવ્યું હતું કે તેણે માન્ય ટિકિટ ધરાવતા મુસાફરોને બોર્ડિંગ ન કરવા બદલ અને ત્યારબાદ મુસાફરોને ફરજિયાત વળતર ન ચૂકવવા બદલ એર ઇન્ડિયા પર રૂ.૧૦ લાખનો દંડ ફટકાર્યો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે એરલાઇનને કારણ દર્શક નોટિસ જારી કરવામાં આવી હતી અને વ્યક્તિગત સુનાવણી પણ હાથ ધરવામાં આવી હતી.

ડીજીસીએએ આને ગંભીર અને ચિંતાનો વિષય ગણાવતા એરલાઈનને આ સમસ્યાના નિવારણ માટે તુરંત જ વ્યવસ્થા ગોઠવવાની સલાહ આપી છે, જે નિષ્ફળ થવા પર ડીજીસીએ દ્વારા વધુ કડક પગલાં લેવાની ચિમકી ઉચ્ચારી છે.
ડિરેક્ટોરેટ ઓફ એવિએશન વતી નિયમોને ટાંકીને એવું કહેવામાં આવ્યું હતું કે જાે સંબંધિત એરલાઇન એક કલાકની અંદર સંબંધિત પેસેન્જર માટે વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં સક્ષમ છે,

તો કોઈ વળતર ચૂકવવાનું નથી. બીજી બાજુ જાે એરલાઇન આગામી ૨૪ કલાકમાં વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવા સક્ષમ હોય તો નિયમોમાં ૧૦,૦૦૦ રૂપિયા સુધીના વળતરની જાેગવાઈ છે. ૨૪ કલાકથી વધુ સમય માટે ૨૦,૦૦૦ રૂપિયા સુધીનું વળતર નિર્ધારિત કરવામાં આવ્યું છે.

ડીજીસીએએ મંગળવારે જણાવ્યું હતું કે આ મુદ્દે અમારી શરતો યુએસ એવિએશન રેગ્યુલેટર અને યુરોપિયન એવિએશન રેગ્યુલેટર ઈએએસએ સાથે સુસંગત છે અને પેસેન્જર હક્કોને યોગ્ય ન્યાય, સન્માન આપવા માટે વૈશ્વિક સ્તરે સમાન નિયમોનું પાલન કરવામાં આવે છે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.