બરેલીમાં રમતા-રમતા કારમાં લોક થયેલા બે બાળકનાં મોત
બરેલી, ઉત્તરપ્રદેશના બરેલીમાં બાળકોને એકલા રમવા મોકલી દેતા મા-બાપ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારે બપોરે ગુમ થયેલા પાંચ અને છ વર્ષના બે સગીર છોકરાઓ એ જ રાત્રે યુપીના બુદૌનના સહસવાન વિસ્તારમાં એક લોક કારની અંદર મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે, બાળકો અંદર રમતી વખતે આકસ્મિક રીતે કારની અંદર લોક થઈ ગયા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે કાર એક ચાદરથી ઢંકાયેલી હતી અને તેમના પાડોશીના ઘરના ગેરેજમાં પાર્ક કરવામાં આવી હતી. તેથી જ શરૂઆતમાં કોઈએ બાળકોની ત્યાં શોધખોળ કરી નહીં. કલાકો સુધીની તપાસ કર્યા બાદ બંને પોતાને મુક્ત કરી શક્યા નહીં અને ગૂંગળામણથી મૃત્યુ પામ્યા.
બાળકોમાંથી એક, છ વર્ષનો અયાન તેના પિતા રાશિદ ખાન સાથે પ્રદેશમાં તેના દાદા-દાદીના ઘરે જઈ રહ્યો હતો. તે તેના પિતરાઈ ભાઈ પાંચ વર્ષીય સ્વલિન સાથે બપોરે ૧૨.૩૦ વાગ્યે રમી રહ્યો હતો ત્યારે કારમાં પૂરાઈ જવાને કારણે આ ઘટના બની હતી.
કલાકો સુધી બંને ઘરે પરત ન ફરતાં પરિવારજનો ચિંતામાં પડી ગયા હતા અને તેમની શોધખોળ શરૂ કરી હતી. તેઓએ નજીકની મસ્જિદમાં પણ જાહેરાત કરી હતી.
આ દરમિયાન રાત્રે લગભગ ૯.૩૦ વાગ્યે બંને મૃત હાલતમાં મળી આવ્યા હતા. બંને બાળક ત્રીજા ધોરણના વિદ્યાર્થીઓ હતા. એસએસપી ઓપી સિંહે કહ્યું, એવું લાગે છે કે બાળકોનું મોત એટલા માટે થયું કારણ કે તેઓ કારની અંદર લોક થઈ ગયા હતા અને ફરીથી તેને ખોલવામાં અસમર્થ હતા. જે કારમાં બાળકોના મૃતદેહ મળ્યા છે તે એસયુવી અસલમ ખાનની છે, જે પીડિતોના સંબંધી પણ છે. મૃત્યુ પાછળનું કારણ જાણવા માટે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.
જાેકે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. ઉલ્લેખનીય છે કે, મે ૨૦૨૧માં બુદૌનના આલાપુર વિસ્તારમાં આવી જ એક ઘટના બની હતી, જ્યારે ચાર બાળકોએ અકસ્માતે પોતાની જાતને કારની અંદર બંધ કરી દીધી હતી અને તેમાંથી એક, ત્રણ વર્ષનો છોકરો, મૃત્યુ પામ્યો હતો જ્યારે અન્ય ત્રણને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા હતા.ss2kp