Western Times News

Gujarati News

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાત દિવસના રિમાન્ડ પર

મુંબઈ, પંજાબ પોલીસે સિંગર સિદ્ધૂ મૂસેવાલા મર્ડર કેસના કનેક્શનમાં ગેંગસ્ટર લોરેન્સ વિશ્નોઈને બુધવારે મનસા કોર્ટમાં રજૂ કરીને ૭ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. મૂસેવાલાની ઘાતકી હત્યાના કેસમાં દિલ્હીની કોર્ટે પંજાબ પોલીસને લોરેન્સ બિશ્નોઈના ટ્રાઝિસ્ટ રિમાન્ડ આપી દીધા હતા. પંજાબ પોલીસ સિંગર સિદ્ધૂ મૂસેવાલાના મર્ડર કેસની તપાસ કરી રહી છે. ૨૯ મેએ મૂસેવાલાની જવાહર કે ગામમાં ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. તસવીરો સામે આવી રહી છે તેમાં દેખાય છે કે પકડાયા પછી પણ બિશ્નોઈની અક્કડ જરાય ઓછી થઈ રહી નથી.

પોલીસ દ્વારા આ હત્યાકાંડમાં સંદિગ્ધ ગેંગસ્ટર બિશ્નોઈનું કનેક્શન શોધવામાં આવી રહ્યું છે. બુધવારે મનસા કોર્ટે પંજાબ પોલીસના બિશ્નોઈના ૭ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મૂસેવાલાની હત્યા પછી કેનેડાના એક ગેંગસ્ટર ગોલ્ડી બરાડે તેની જવાબદારી લીધી હતી. બરાડે એક ફેસબૂક પોસ્ટ દ્વારા હત્યાની જવાબદારી લીધી હતી. ખબર એવી છે કે ગોલ્ડી બરાડ વિશ્નોઈ ગેંગનો જ સભ્ય છે. ભારે પોલીસબળની હાજરીમાં બિશ્નોઈને બુધવારે મનસા કોર્ટના મુખ્ય જજ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.

પંજાબ પોલીસે મંગળવારે બિશ્નોઈની ઔપચારિક રીતે ધરપકડ કરી દિલ્હીની કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે તેના ટ્રાઝિસ્ટ રિમાન્ડના આદેશને જારી કરી દીધો હતો. જાણકારી મુજબ પંજાબ પોલીસે બિશ્નોઈ ગેંગના બે સક્રિય સભ્યોની ધરપકડ કરી છે. કહેવાય છે કે આ બન્ને ગગનદીપ સિંહ ઉર્ફે ગાગી અને ગુરપ્રીત સિંહ ઉર્ફે ગોપી, ગોલ્ડી બરાડના ઈશારે કામ કરી રહ્યા હતા.

રિપોર્ટ મુજબ, મહારાષ્ટ્રના ગૃહ મંત્રાલય સાથે જાેડાયેલા સૂત્રએ મંગળવારે ચોંકાવનારી વિગત રજૂ કરી હતી. કોઈ જમાનામાં અંડરવર્લ્‌ડના અલગ-અલગ માથા, જેમાં દાઉદ ઈબ્રાહિમ, છોટા રાજન અને રવિ પુજારીનો સમાવેશ થાય છે, તેઓ બોલિવૂડ પાસે વસૂલી કરતા હતા. સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનને મળેલા ધમકીભર્યા પત્રની તપાસ બાદ મહારાષ્ટ્ર પોલીસે એ નિષ્કર્ષ પર પહોંચી છે સલમાનના ઘરની બહાર પત્ર મૂકીને બિશ્નોઈ ગેંગ બોલિવૂડ પાસે મોટી વસૂલી કરવાના પ્લાનિંગમાં હતી.ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.