સ્કુલ બેગના ભાવ ઊંચા જતા ગુણવત્તા- કિંમત વચ્ચે અટવાતા વાલીઓ

પ્રતિકાત્મક
રો મટીરીયલ્સ- મજુરી દર વધતા તથા ઉત્પાદન ઓછુ થતા સ્કુલબેગના ભાવમાં ૩૦ થી ૪૦ ટકાનો વધારો
(પ્રતિનિધિ) અમદાવાદ, શાળાઓ ખુલી જતા વિદ્યાર્થીઓને પહેલી જરૂરત ‘સ્કુલ બેગ’ની રહેવાની. બેગમાં પુસ્તકો, કંપાસ, લંચબોકસ આવી શકે તે માટે મજબુત કવોલીટીના બેગ્સની જરૂરત રહેવાની. પરંતુ આ વખતે સ્કુલબેગમાં વપરાશમાં લેવાતા રો-મટીરીયલ્સના ભાવ વધતા સ્કુલબેગના ભાવમાં ૩૦ થી ૪૦ ટકાનો વધારો
આવી જતા વાલીઓ દ્વિધામાં મુકાઈ ગયા છે. સારી કવોલીટીની બેગ લેવા જાય તો આ વખતે તોતીંગ વધાોર આવ્યો છે જે બેગ રૂ.૪૦૦-પ૦૦ની મળતી હતી તેના રૂ.૭પ૦-૮૦૦ સુધી થઈ ગયા છે. કાળઝાળ મોંઘવારીને કારણે એક તરફ વાલીઓ પરેશાન છે ત્યાં સ્કુલ બેગનો ખર્ચો વધી ગયો છે
અત્યારે તો ગરીબ-મધ્યમવર્ગની સ્થિતિ પડતા પર પાટુ સમાન થઈ ગઈ છે. રશિયા- યુક્રેન વચ્ચે યુધ્ધના કારણે સાવર્ત્રિક અસર વર્તાઈ રહી છે. મોંઘવારીએ લોકોની કમર તોડી નાંખી છે આ પ્રકારની સ્થિતિમાં કોરોનાના બે વર્ષ પછી શાળાઓ ખુલી ગઈ છે ત્યારે સ્કુલબેગ મોંઘી થતા વાલીઓ મુંઝવણમાં મુકાઈ ગયા છે.
સારી કવોલીટીની બેગ માટે ર૦૦ થી ૩૦૦ રૂપિયા વધારે ખર્ચવા પડે છે જેને બે-ત્રણ બાળકો હોય તેને કવોલીટીમાં સમાધાન કરવુ પડી રહયુ છે ૭પ૦-૮૦૦ની બેગની જગ્યાએ રૂ.૪૦૦ થી પ૦૦ની સ્કુલબેગ ખરીદવી પડી રહી છે. વહેપારીઓ પણ દ્વિધામાં છે તેઓ જાણે છે કે આ વર્ષે ભાવ વધારો ઉંચો છે
પરંતુ મેન્યુફેકચરોને રો મટીરીયલ્સ, મજૂરીના દર વધારે ચુકવવા પડી રહયા છે તેને કારણે ભાવ વધારો આવ્યો છે રો- મટીરીયલ્સના ભાવ ઉંચા જતા જાેઈએ તેટલા પ્રમાણમાં સ્કુલબેગનું પ્રોડકશન થઈ શકતુ નથી તેમ બજારના વર્તુળોનું કહેવું છે.