Western Times News

Gujarati News

ઈલેકટ્રીક ગાડીઓના સ્પેરપાર્ટસ મોંઘા હોવાથી ભાવ ઉંચા હોવાનો મત

પ્રતિકાત્મક

ચાર્જીંગ સેન્ટરો ઓછા વળી બેટરી ચાર્જ થતા ૪૦-૪પ મીનીટ સમય લાગે છે ઃ હજુ માત્ર પ ટકા માર્કેટ હોવાનો બજારોના નિષ્ણાંતોનો દાવો

(પ્રતિનિધિ) અમદાવાદ, ગ્લોબલ વોર્મિંગને કારણે વિશ્વભરના વાતાવરણમાં પલ્ટો આવી ગયો છે બીજી તરફ સતત પ્રદુષણને વાયુ મંડળના ચક્રને અસર પહોંચી રહી છે. પ્રદુષણ ઓછુ થાય તે માટે દુનિયાના દેશો ગો-ગ્રીન પોલીસ અપનાવી રહયા છે તેના માટે સૌથી પહેલા પેટ્રોલ-ડીઝલ ના વાહનોની જગ્યાએ “ઈલેકટ્રીક વાહનો (બેટરી સંચાલિત)નો જમાનો આવી રહયો છે.

ભારતમાં પણ આ પોલીસી અંતર્ગત ઈલેકટ્રીક વાહનોને મહત્વ આપવામાં આવી રહયુ છે. આજકાલ દ્વિ-ચક્રી વાહનો તો મોટી સંખ્યામાં દોડતા જાેવા મળી રહયા છે તેની સરખામણીમાં ઈલેકટ્રીક ફોર વ્હીલર્સ વાહનો ઓછા દોડી રહયા છે બજારના જાણકારોના મતે ઈલેકટ્રીક ફોર વ્હીલર્સનું માર્કેટ ઓવરઓલ ૩ થી પ ટકાની આસપાસ હોવાનો અંદાજ છે.

ઈલેકટ્રીક વાહનમાં તેની બેટરી સહિતના સાધનોની કિંમત ઉંચી હોવાને કારણે ફોર વ્હીલર્સ ગાડીઓના ભાવ બજારમાં ઉંચા જાેવા મળી રહયા છે. પેટ્રોલ-ડીઝલ કાર કરતા ઈલેકટ્રીક કાર પ્રમાણમાં મોંઘી જાેવા મળી રહી છે તેમ છતાં બજારમાં તેની પૂછપરછ વધારે જાેવા મળી રહી છે. લોકો જાગૃત થયા છે અને આ દિશા તરફ વિચારી રહયા છે.

પરંતુ ગ્રાઉન્ડ રીયાલીટી થોડી અલગ છે. પરંતુ આગામી વર્ષોમાં ઈલેકટ્રીક વાહનોનું ચલણ વધશે. એક વખત ચાર્જીંગ સેન્ટરો શરૂ થશે પછી ફોર વ્હીલર્સ વાહનોનું વેચાણ વધશે. હાલમાં દેશમાં ત્રણથી ચાર કંપનીઓ ઈલેકટ્રીક ગાડીઓનું મેન્યુફેકચરીંગ કરી રહી છે બીજી તરફ “ચાર્જીંગ સ્ટેશનો” સત્તાધીશો તરફથી વધારવામાં આવી રહયા છે

આમેય ઈલેકટ્રીક ગાડીઓ એક વખત બેટરી ચાર્જ થયા પછી ર૦૦ થી રપ૦ કિ.મી. દોડી શકતી હોવાથી જેને પણ બહાર જવુ હોય તે આસાનીથી પરત આવી શકે છે લોંગ રૂટ પર જવાવાળા આ બાબતે ભિન્ન વિચારો ધરાવી શકે છે. રાત્રીના સમયે ચાર્જીંગ સેન્ટરો શોધવા મુશ્કેલ હોવાથી ફેમીલીવાળા જલ્દીથી ઈલેકટ્રીક ગાડી પર પસંદગી ઉતારતા નથી બાકી ૧પ૦-ર૦૦ કિ.મી.માં કોઈ વાંધો આવતો નથી.

તેમ જાણકારોનું કહેવુ છે એ હકીકત એ પણ છે કે ઈલેકટ્રીક ગાડી અને પેટ્રોલ-ડીઝલની ગાડીના ભાવ વચ્ચે ખાસ્સો એવો તફાવત જાેવા મળે છે જાેકે ઘણા લોકો તેને વનટાઈમ ઈન્વેસ્ટમેન્ટ માને છે વળી તેને ચાર્જીંગમાં લગભગ ૩પ થી ૪પ મીનીટનો સમય લાગે છે તેથી ચાર્જીંગ સ્ટેશન પર એટલો સમય ઉભા રહેવુ પડે છે.

સૌથી મોટો પ્રશ્ન ઈન્ફાસ્ટ્રકચરનો છે ઈલેકટ્રીક ગાડીઓ માટે ચાર્જીંગ સેન્ટર, સર્વિસ સેન્ટર સહિતની તમામ સુવિધાઓ પૂર્ણપણે કાર્યરત નહી થાય ત્યાં સુધી લોકો ઈલેકટ્રીક વાહનો ખરીદતા અચકાશે તે સમજવા જેવી વાત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.