આસામમાં પૂર ભૂસ્ખલનને કારણે મૃત્યુઆંક ૪૬ ઉપર પહોંચ્યો, ભારે વરસાદની આગાહી
ગોવાહાટી, દેશના પૂર્વોત્તર રાજ્યોના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. આસામ, મેઘાલય, ત્રિપુરા, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશના પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ પડતા ઘણી જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ છે,આસામમાં પૂર ભૂસ્ખલનને કારણે મૃત્યુઆંક ૪૬ ઉપર પહોંચતા ભારે વિકટ સ્થિતિ ઉભી થઇ છે.દરમ્યાન હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી તમામ ઉત્તરપૂર્વીય રાજ્યો અને તેની નજીકના ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરી છે.
હવામાન વિભાગે આગાહી કરી કે, “આસામ અને મેઘાલયમાં ૧૬ થી ૧૮ જૂન સુધી અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.” હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બિહાર અને ઝારખંડમાં ૧૯ જૂન સુધી અને ઓડિશામાં ૧૭ જૂન સુધી ભારે વરસાદની પડવાની શક્યતા છે.
આસામમાં સતત ત્રીજા દિવસે પણ ભારે વરસાદ ચાલુ રહ્યો હતો. બુધવારે ભૂસ્ખલન અને પૂરની સ્થિતિ વધુ વણસી જવાને કારણે વધુ બે લોકોના મોત થયા હતા. આસામના ગોલપારા જિલ્લાના આઝાદ નગર વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે એક મકાન ધરાશાયી થતાં દિમા હસાઓ અને ઉદલગુરીમાં બે બાળકોના મોત થયા હતા અને બે લોકો ડૂબી ગયા હતા. જેના કારણે રાજ્યમાં પૂર અને ભૂસ્ખલનના કારણે મૃતકોની સંખ્યા વધીને ૪૬ થઈ ગઈ છે.
મૃતક બાળકોની ઓળખ ૧૧ વર્ષના હુસૈન અલી અને આઠ વર્ષની અસ્મા ખાતૂન તરીકે થઈ છે. ગુવાહાટીમાં, નૂનમતી વિસ્તારમાં એક દિવસના ભૂસ્ખલન બાદ ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જાેયપુર, બોંડા કોલોની, સાઉથ સરનિયા, ગીતાનગરના અમાયાપુર અને ખરગુલી વિસ્તારના ૧૨ માઈલ સહિતના ઘણા વિસ્તારોમાં કાટમાળના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આસામના ઓછામાં ઓછા ૧૮ જિલ્લાઓમાં મુશળધાર વરસાદ થઈ રહ્યો છે, જેમાં કામરૂપ મેટ્રો, કામરૂપ, નલબારી અને બરપેટાના તાજા વિસ્તારો નોંધાયા છે. ૧૮ જિલ્લાઓમાં લગભગ ૭૫,૦૦૦ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. બ્રહ્મપુત્રા અને તેની ઉપનદીઓનું જળસ્તર વધી રહ્યું છે, જ્યારે માનસ નદી કેટલીક જગ્યાએ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.
ગુવાહાટીમાં અનિલ નગર, નબીન નાગે, ઝૂ રોડ, સિક્સ માઈલ, નૂનમતી, ભૂતનાથ, માલીગાંવ જેવા વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે પાણી ભરાવાને કારણે ગુવાહાટીમાં જનજીવન ઠપ થઈ ગયું છે. વહીવટીતંત્રે લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે.HS1MS