આઠ જિલ્લાના મુસ્લિમ તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાશે

મહેમદાવાદમાં મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા સન્માન કરાશે
(પ્રતિનિધિ)નડીયાદ, મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા આઠ જિલ્લાના મુસ્લિમ તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવતા હતા પરંતુ બે વર્ષથી કોરોનાની મહામારી હોય આ કાર્યક્રમ બંધ હતો પરંતુ આ વર્ષે વિદ્યાર્થીઓને સન્માનીત કરવા માટે નો કાર્યક્રમ આગામી સમયમાં મહેમદાવાદ ખાતે યોજવા માટે નક્કી કરવામાં આવ્યું છે આ માટે એક મિટિંગ પણ યોજાઇ હતી.
મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ નામની સંસ્થામાં આઠ જીલ્લાના લોકોનો સમાવેશ થાય છે આ સંસ્થાનું કાર્યાલય મેમદાવાદ તાલુકાના કેસરા મુકામે છે તાજેતરમાં જ આ સંસ્થાના પ્રમુખ કરીમભાઈ મલેક ના અધ્યક્ષ સ્થાને કેસરા મુકામે મિટીંગ મળી હતી
આ મિટિંગમાં સારા ટકાએ પાસ થનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવા માટેનું કાર્યક્રમ કરવા ચર્ચા વિચારણા થઇ હતી આ આ કાર્યક્રમ મહેમદાવાદ મુકામે યોજવા નું પણ નક્કી કરવામાં આવયુ છે ઈનામ વિતરણ કાર્યક્રમ રાખવા માટે ચર્ચા વિચારણા કરી,આઠ જિલ્લા ના તેજસ્વી વિદ્યાર્થી ઓ નો સમાવેશ કરવા નક્કી થયું હતું
આ પ્રસંગે કરીમભાઈ મલેક, રફીકભાઈ તીજાેરી વાલા, તોરેખાન પઠાણ, ઇદ્રીશ ભાઈ, અબ્દુલ ભાઈ રેડીમેડ વાલા,ઈબ્રાહિમ ભાઈ, અશગર ભાઈ ડાકોર, ઐયુબ ખાન પઠાણ, ગુલામભાઈ તલાટી, , ફિરોઝખાન પઠાણ, ફરીદભાઈ મુખી રામોલ, , શહીદભાઈ સૈયદ, બદરુદીન ધામતવણ,વિગેરે હાજર રહ્યા હતા
પ્રમુખ કરીમભાઈ જણાવ્યું હતું કે ધોરણ ૧૦ અને ૧૨ ગ્રેજયુએટ, આર્ટસ,કોમર્સ, સાયન્સ મા આઠ જિલ્લાના પહેલા, બીજા અને ત્રીજા નંબર એ પાસ થનાર વિદ્યાર્થીઓનું સન્માન થશે જિલ્લા વાઈસ ગણતરી કરવામાં આવશે, વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટ નામ સરનામું મોબાઈલ નંબર લખીને કરીમભાઈ મલેક પ્રમુખ મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા ખાત્રજ દરવાજા બહાર, મહેમદાવાદ જિલ્લા ખેડા, મો.નં ૯૬૨૪૯ ૪૦૭૮૬ ના સરનામે વેલી તકે મોકલી આપવા જણાવ્યું છે