જ્ઞાનસેવા વિધ્યા સંકુલ રંભાસમા નવા ‘સ્કુલ બિલ્ડીંગ’નુ ખાતમુર્હત
શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે પ્રથમ ઈષ્ટિકા મૂકાઈ
(માહિતી) આહવા, પ્રમખુ સ્વામી મહારાજના આશીર્વાદ તથા પ્રગટ ગુરુહરી શ્રી મહતં સ્વામી મહારાજની પ્રેરણા, અને મ્છઁજી સ્વામીનારાયણ સંસ્થાના સહયોગથી ચાલતા જ્ઞાનસેવા વિધ્યા સંકુલ, રંભાસ (ડાગં) ખાતે, બ્રહ્મસ્વરૂપ પ્રમખુસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંતર્ગત,
તેમના આદિવાસી ઉત્કર્ષના કાર્યમા એક વધુ પુષ્પ રૂપે, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના પ્રથમ સોપાન એવા “નવા સ્કુલ બિલ્ડીંગ” ની પ્રથમ ઈષ્ટિકા તા.૧૯/૦૬/૨૦૨૨ ના રોજ શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે મૂકવામા આવી હતી. જ્ઞાનસેવા સંકુલ બાળકોના સંસ્કાર, શિક્ષણ અને સ્વાસ્થય માટે ચિંતિત છે. શાળાનુ છેલ્લા ૩ વર્ષ દરમિયાન ૯૦ % થી વધારે પરિણામ આવે છે.
આ વિધ્યાર્થીઓ હજુ વઘુ સારી સવિધાઓ સાથે અભ્યાસ પ્રાપ્ત કરી શકે, તે માટે નવા સ્કુલ બિલ્ડીંગની પ્રથમ ઈષ્ટિકાના કાર્યક્રમમા BAPS સ્વામીનારાયણ સંસ્થાના પૂ.મંગલનયન સ્વામી, પૂ. મુનિચરણ સ્વામી, ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમખુ શ્રી મંગળભાઈ ગાવિત, તથા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એમ.સી. ભુસારા, તથા ટ્રસ્ટીગણ, શિક્ષકગણ અને વિધ્યાથીઓની હાજરીમા કાર્યક્રમ યોજાયો હતો.