Western Times News

Gujarati News

અમદાવાદના રિવરફ્રન્ટ પર હજારો લોકોએ યોગ કર્યો

અમદાવાદ, ૨૧મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત યોગ બોર્ડ દ્વારા પણ રાજ્યમાં ૭૫ આઇકોનિક સ્થળ પર યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે.

જ્યાં કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી ઉપરાંત રમત ગમત અને યુવા સાંસ્કૃતિક રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા છે. નોંધનીય છે કે, યોગ દિવસની ઉજવણી માટે ૭૫ સ્થળ પસંદ કરાયા છે. તેમાં મોઢેરા સૂર્યમંદિર અને અંબાજી મંદિર સહિત ૧૭ ધાર્મિક સ્થળ, દાદા હરિની વાવ અને દાંડી સ્મારક સહિત ૧૮ ઐતિહાસિક સ્થળ, કચ્છના રણ, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત ૨૨ પ્રવાસન સ્થળ, માનગઢ હિલ અને સાપુતારા સહિત ૧૭ કુદરતી સૌંદર્યધામ સામેલ છે.

આજે ૨૧ જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત તાલુકા, વોર્ડ, તમામ આરોગ્ય કેન્દ્ર, પોલીસ હેડ ક્વોટર્સ એમ તમામ જગ્યા એ સવા કરોડ લોકો યોગ કરે તેવું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. આ સાથે જ ટુરિઝમના ૭૫ આઇકોનીક સ્થળો પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

યોગ દિવસની ઉજવણી નિમિત્તે ગાંધીનગર જિલ્લામાં આયુર્વેદ અધિકારીની કચેરી દ્વારા જિલ્લાના ૨૪ સેન્ટર ખાતે યોગ સપ્તાહનું આયોજન છે. રાજ્યસ્તરીય મુખ્ય કાર્યક્રમનું આયોજન સાબરમતી રિવરફ્રન્ટ પર કરવામાં આવ્યું છે. જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્રીય રાજ્ય નાણામંત્રી ભાગવત કરાડ અને પ્રદેશના રમત ગમતના રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા છે.

રમત ગમત વિભાગના પ્રધાન સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે કે, ‘આઝાદી કા અમૃત મહોત્સવ (સ્વતંત્રતાના ૭૫ વર્ષ) અંતર્ગત સમગ્ર ગુજરાતમાં કુલ ૭૫ આઈકોનિક સ્થળ પર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.