અમદાવાદમાં આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો
અમદાવાદ, અમદાવાદ સહેરમાં લૂંટની ઘટનાઓ સતત વધી રહી છે. ધોળાદિવસે તસ્કરો શહેરીજનોને ટાર્ગેટ કરી લૂંટ ચલાવી રહ્યા છે. ત્યારે શહેરના એલિસબ્રિજ પોલીસ મથકના વિસ્તારમાં વધુ એક લૂંટનો બનાવ સામે આવ્યો છે. અકસ્માતનું નાટક કરી બે ગઠિયાઓ આંગડિયા પેઢીના વ્યક્તિ પાસેથી ૧૨.૯૪ લાખ લૂંટીને ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર મામસે એલિસબ્રિજ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. લૂંટની ઘટનાના સીસીટીવીમાં પણ કેદ થઇ છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરમાં૧૨ લાખ ૯૪ હજાર લઇને જતો આંગડિયા પેઢીનો વ્યક્તિ લૂંટાયો છે. લૂંટારાઓએ અકસ્માતનું નાટક કરીને રુપિયા લઇને ફરાર થઇ ગયા છે. આ બે ગઠિયાઓ લૂંટ કરીને કયા રસ્તે ગયા છે આ સાથે તેમની બાઇક કોના નામે નોંધાયેલી છે, તે તમામ વસ્તુઓની તપાસ કરવામાં આવશે. આ લૂંટની ઘટનાના ઝ્રઝ્ર્ફ સામે આવ્યા. એલિસબ્રિજ પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. પોલીસ લૂંટની આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસી રહ્યા છે.HS3KP