ભરૂચના જુના તવરા પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.
 
        રાજ્યના શહેરી વિકાસ અને શહેરી આવાસ વિકાસ મંત્રી વિનોદભાઈ મોરડીયાની અધ્યક્ષતામાં આજે કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો.
(વિરલ રાણા) ભરૂચ,રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ત્રિદિવસીય કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને ભાગરૂપે આજે શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે જ ભરૂચના ઝાડેશ્વર ગામે કન્યાશાળા અને નવાતવરા ગામે પ્રાથમિક શાળા તથા જુનાતવરા ગામે પ્રાથમિક શાળામાં આજે રાજ્યના મંત્રીની અધ્યક્ષતામાં જુના તવરા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અને કન્યા કેળવણી કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં જુનાતવરા પ્રાથમિક શાળાના  બાળકીઓએ સ્વાગત કરી મંત્રીનુ સ્વાગત કરી દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી.જેમાં આંગણવાડીમાં ૧૭ બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો જ્યારે પ્રાથમિક શાળામાં પહેલા ધોરણમાં ૪૧  બાળકોએ શાળામાં પ્રવેશ મેળવ્યો હતો.
તમામ બાળકોને મંત્રીના વરદ હસ્તે સ્કુલ બેગ,નોટબુક વિતરણ કરી શાળા પ્રવેશોત્સવમાં બાળકોને આવકાર્યા હતા.આ કાર્યક્રમમાં તવરા ગામના સરપંચ,ગામ પંચાયત સદસ્ય,જિલ્લા પંચાયત સદસ્ય,ગામના આગેવાનો અને શાળાના શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફર બનાવ્યો હતો.

 
                 
                 
                