Western Times News

Gujarati News

ઝઘડિયા તાલુકામાં સરદાર પ્રતિમા રોડ પરનું બસ સ્ટેન્ડ જર્જરિત

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ઝઘડિયા તાલુકાના મુખ્ય ધોરીમાર્ગ ઉપરાંત ગામડાઓને જાેડતા કેટલાક રસ્તાઓની હાલત કફોડી બની જવા પામી છે.રસ્તાઓની સાથે સાથે તાલુકાના કેટલાક ગામોના બસ સ્ટેન્ડો પણ જર્જરિત હાલતમાં જાેવા મળી રહ્યા છે. Dilapidated bus stand on Sardar Patel Statue Road in Zaghadiya taluka

તાલુકાના ગામે ગામથી મુસાફરો પોતાના ગામથી છેક બસ સ્ટેન્ડ સુધી ચાલતા આવી તાપ ઠંડી અને વરસાદમાં વાહનોની રાહ જાેતા હોય છે.ઝઘડિયા તાલુકાના કેટલાક ગામોમાં બસ સ્ટેન્ડ તો છે પરંતુ તે અત્યંત જર્જરિત હાલતમાં અને બેસવા માટે કોઈ વ્યવસ્થિત બેઠક વ્યવસ્થાના અભાવના કારણે બસ સ્ટેન્ડો ગંદકીવાળા અને બિન ઉપયોગી બની રહ્યા છે.

ઝઘડીયા તાલુકા મથક એવા ઝઘડિયા ચાર રસ્તા બસ સ્ટેન્ડ પર બે દાયકા અગાઉ બસ સ્ટેન્ડ બનાવાયું હશે જે બસ સ્ટેન્ડ હાલમાં છેલ્લા કેટલાક વર્ષોથી અત્યંત જર્જરિત હાલતમાં અને કચરાપેટી બની રહ્યું છે.હાલમાં આ બસ સ્ટેન્ડ રોડથી ત્રણ ફૂટ નીચે જમીનમાં જતું રહ્યું છે

જેના કારણે ચોમાસા દરમિયાન વરસાદના પાણીનો બસ સ્ટેન્ડમાં ભરાવો થાય છે અને બિન ઉપયોગી અને ગંદકીનુ ઘર બની જાય છે તેમ છતાં અગાઉના ઝઘડીયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ અને હાલના સરપંચને પણ રજૂઆત કરી હતી પરંતુ તેનું કોઇ નિરાકરણ મુસાફરોના હિતમાં ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યું નથી.

આ ઉપરાંત છ-સાત વર્ષ પહેલા સરદાર પ્રતિમાને જાેડતા ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા ધોરીમાર્ગનું વિસ્તૃતીકરણ કરવામાં આવ્યું હતું, તે દરમિયાન આ ધોરીમાર્ગ પર આવેલ લગભગ બધા જ બસ સ્ટેન્ડનો તોડી પાડવામાં આવ્યા હતા.હાલમાં આ ધોરીમાર્ગ પર કેટલાય ગામના બસ સ્ટેન્ડ નથી.

સરદાર પ્રતિમા ધોરીમાર્ગનું વિસ્તૃતીકરણ કરતા ઇજારદારે તમામ ગામોના બસ સ્ટેન્ડો બનાવી આપવાની ફરજમાં આવતું હોવા પછી પણ ઈજારાદાર દ્વારા એક પણ બસ સ્ટેન્ડ બનાવ્યું હોય તેવું ધ્યાનમાં આવ્યું નથી! ત્યારે ધોરીમાર્ગના વિસ્તૃતિકરણ વખતે તોડી પડાયેલા બસ સ્ટેન્ડોનું નિર્માણ જવાબદાર જિલ્લા તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત ક્યારે કરાવશે તેવો પ્રશ્ન સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહ્યો છે.

ઝઘડિયા તાલુકાના તમામ ગામોના બસ સ્ટેન્ડ જે મુખ્ય માર્ગ તથા ધોરીમાર્ગને જાેડતા હોય તેવા બસ સ્ટેન્ડ જે જર્જરિત હાલતમાં છે તે સમારકામ કરી સાફસુથરા બનાવાય તથા જ્યાં ગામ પર બસ સ્ટેન્ડ જ નથી તેવા ગામોમાં પણ નવા બસ સ્ટેન્ડ બનાવાઈ તેવી માંગણી તાલુકાના સ્થાનિક ગ્રામજનો કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.