આસામના સીએમએ સિલચર શહેરનું હવાઈ સર્વે કરાવ્યું
ગોવાહાટી, આસામમાં પૂરની સ્થિતિ ગુરુવારે પણ ગંભીર રહી હતી અને વધુ સાત લોકોના મોત સાથે આ દુર્ઘટનામાં કુલ ૧૦૮ લોકોએ જીવ ગુમાવ્યા છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પૂરથી ખરાબ રીતે પ્રભાવિત સિલ્ચર શહેરનું હવાઈ સર્વેક્ષણ કર્યું છે.
આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના બુલેટિન મુજબ પૂરથી પ્રભાવિત લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. પૂરથી ૩૦ જિલ્લાઓમાં ૪૫.૩૪ લાખ લોકો પ્રભાવિત થયા છે, જ્યારે બુધવારે ૩૨ જિલ્લામાં પૂરથી પ્રભાવિત લોકોની સંખ્યા ૫૪.૫ લાખ હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કેન્દ્ર આસામમાં પૂરની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને પડકારને પહોંચી વળવા માટે તમામ શક્ય સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકાર સાથે મળીને કામ કરી રહ્યું છે.
હવાઈ સર્વેક્ષણ કર્યા પછી, મુખ્ય પ્રધાને બરાક ખીણ પ્રદેશમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરી અને જાહેરાત કરી કે પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા સિલચરમાં વધુ સૈનિકો મોકલવામાં આવશે.HS2KP