Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૭,૩૩૬ નવા કેસ નોંધાયા

નવી દિલ્હી, ભારતમાં પણ કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોવિડ-૧૯ના ૧૭,૩૩૬ નવા કેસ નોંધાયા છે. કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને ૮૮,૨૮૪ થઈ ગઈ છે.

આ પહેલા ગુરુવારે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના ૧૩,૩૧૩ નવા કેસ નોંધાયા હતા. ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૩૮ લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજેતરના આંકડા અનુસાર, છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેશમાં કોરોનાના નવા ૧૭૩૩૬ નોંધાયા છે.

કોરોના વાયરસના નવા કેસોમાં વધારા સાથે એક્ટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૮૮૨૮૪ પર પહોંચી ગઇ છે. નોંધનીય છે કે કોરોના વાયરસના કેસમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે.
દેશમાં કોરોનાના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા ૫ લાખ ૨૪ હજાર ૯૫૪ પર પહોંચી ગઈ છે.

કોરોનાથી સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા હવે ૪ કરોડ ૨૭ લાખ ૪૯ હજાર ૫૬ થઇ ગઇ છે. દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસનો આંકડો ૮૮૨૮૪ પર પહોંચી ગયો છે. નોંધનીય છે કે દેશમાં એક દિવસ પહેલા કોરોનાના નવા કેસ પાંચ રાજ્યોમાંથી નોંધાયેલા છે. કોરોનાના નવા કેસોની બાબતમાં કેરળ ટોપ પર છે. કેરળ પછી મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશનો નંબર આવે છે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.