Western Times News

Gujarati News

ભારતમાં વેક્સિનેશને ૨૦૨૧માં ૪૨ લાખથી વધુનાં જીવ બચાવ્યા

ધ લેન્સેટ ઈન્ફેક્શિયસ ડિસીઝ જર્નલનો અભ્યાસ

નવી દિલ્હી, કોવિડ-૧૯ વેક્સિને વર્ષ ૨૦૨૧માં ભારતમાં ૪૨ લાખથી વધુ સંભવિત મૃત્યુ થતા અટકાવ્યા છે. આ અંગેની માહિતી ધ લેન્સેટ ઈન્ફેક્શિયસ ડિઝીઝ જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસમાં આપવામાં આવી છે. જે મહામારી દરમિયાન દેશમાં અતિશય મૃત્યુદરના અનુમાનો પર આધારિત છે.

વિશ્વ સ્તર પર ગાણિતિક મોડેલિંગ અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, કોવિડ-૧૯ વેક્સિને મહામારી દરમિયાન સંભવિત મૃત્યુઆંકમાં લગભગ ૨૦ મિલિયન અથવા અડધાથી વધુનો ઘટાડો કર્યો છે. સંશોધકોએ જણાવ્યું કે, વેક્સિનેશનના પ્રથમ વર્ષમાં સંભવિત ૩૧.૪ મિલિયન કોવિડ-૧૯ મૃત્યુમાંથી ૧૯.૮ મિલિયનને વિશ્વભરમાં રોક્યા હતા.

અધ્યયનનું અનુમાન છે કે, જાે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ૨૦૨૧ના અંત સુધી બે અથવા વધુ ડોઝ સાથે પ્રત્યેક દેશમાં ૪૦% વસ્તીના વેક્સિનેશનનો ધ્યેય પૂરો કરી દેવામાં આવ્યો હોત તો વધુ ૫,૯૯,૩૦૦ લોકોનો જીવ બચાવી શકાયો હોત. આ અધ્યયનમાં ૮ ડિસેમ્બર ૨૦૨૦ અને ૮ ડિસેમ્બર ૨૦૨૧ની વચ્ચે અટકાવવામાં આવેલા મૃત્યુઆંકનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

અભ્યાસના પ્રમુખ લેખક ઓલિવર વોટસને જણાવ્યું કે, અમારુ અનુમાન છે કે, આ સમયગાળામાં વેક્સિનેશનથી ભારતમાં ૪૨,૧૦,૦૦૦ મૃત્યુ થતા અટકાવી શકાયા છે. આ અનુમાનમાં અનિશ્ચિતતા ૩૬,૬૫,૦૦૦-૪૩,૭૦,૦૦૦ની વચ્ચે છે. ભારતની સંખ્યા એ અનુમાન પર આધારિત છે કે, મહામારી દરમિયાન દેશમાં ૫૧,૬૦,૦૦૦ થયા હશે.

એક અહેવાલ પ્રમાણે મે ૨૦૨૧ની શરૂઆત સુધી ભારતમાં કોવિડ-૧૯થી ૨.૩ મિલિયન લોકોના મૃત્યુ થયા છે જ્યારે સત્તાવાર આંકડા લગભગ ૨,૦૦,૦૦૦ હતા. બાજી તરફ ડબલ્યુએચઓએ અનુમાન લગાવ્યું હતું કે, ભારતમાં ૪.૭ મિલિયન મૃત્યુ કોરોનાથી થયા હતા. જાેકે, આ આંકડો એવો છે જેને સરકારએ નકારી દીધો છે. સંશોધકોએ જણાવ્યું કે, ચીને તેમની મોટી વસ્તી અને કડક લોકડાઉનના ઉપાયોને કારણે આ વિશ્લેષણમાં સામેલ નહોતા કરવામાં આવ્યા.

ટીમને જાણવા મળ્યું કે, સત્તાવાર રીતે નોંધાયેલ કોવિડ-૧૯ મૃત્યુના આધાર પર અનુમાન પ્રમાણે ૧૮.૧ મિલિયન મૃત્યુ અધ્યયન સમયગાળા દરમિયાન થયા હશે. મોડલનું અનુમાન છે કે, વેક્સિનેશને ૧૪.૪ મિલિયન મૃત્યુ થતા અટકાવ્યા છે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.