Western Times News

Gujarati News

અગ્નિવીરોની ભરતી પ્રક્રિયા શરૂ, ૨૪ જુલાઈએ પરીક્ષા

નવી દિલ્હી, ભારતીય વાયુ સેનામાં આજથી અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીરોની ભરતી પ્રક્રિયા શરૂ થશે. આજથી એટલે કે ૨૪ જૂન ૨૦૨૨થી ઉમેદવાર રજિસ્ટ્રેશન કરાવી શકશે. ઓનલાઈન પરીક્ષા એક મહિના બાદ ૨૪ જુલાઈએ યોજાશે. આ વર્ષે ડિસેમ્બર પહેલા બેચની ટ્રેનિંગ શરૂ થઈ જશે.

૧૯ જૂને વાયુસેનાએ નવી યોજના વિશે તમામ ડિટેલ શેર કરી હતી. જે અંગર્ગત યોગ્યતાના માપદંડ, સેલરી પેકેજ, મેડિકલ અને સીએસડી (કેન્ટીન સ્ટોર) સુવિધાઓ, વિકલાંગતા માટે વળતર, વિકલાંગતા મર્યાદાની ગણતરી, રજા અને તાલીમ સહિતની વિવિધ માહિતી આપવામાં આવી હતી.

૧૮ વર્ષથી ઓછી ઉંમરના કર્મચારીઓ માટે નામાંકન પત્ર પર વર્તમાન જાેગવાઈઓ અનુસાર માતા-પિતા કે વાલીઓના હસ્તાક્ષર કરાવવા પડશે. ગયા અઠવાડિયે સરકારે અગ્નિપથ યોજના હેઠળ ભરતી માટે વર્ષ ૨૦૨૨ માટે ઉચ્ચ વય મર્યાદા ૨૧ થી વધારીને ૨૩ વર્ષ કરી હતી.

સાડા સત્તર વર્ષથી ૨૧ વર્ષની વયજૂથના યુવાનોને ચાર વર્ષની મુદત માટે સામેલ કરવામાં આવશે. જ્યારે તેમાંથી ૨૫ ટકાને બાદમાં નિયમિત સેવામાં સામેલ કરવામાં આવશે. નવી યોજના હેઠળ ભરતી થનાર યુવાનોને ‘અગ્નિવીર’ કહેવામાં આવશે.

વાયુસેનાએ કહ્યુ, ચાર વર્ષના સમયગાળા બાદ તમામ અગ્નિવીર સમાજમાં પાછા ફરશે. બહાર નીકળનારા અગ્નિવીરોને વાયુસેનાના નિયમિત કેડરમાં નામાંકન માટે અરજી કરવાની તક આપવામાં આવશે.
પ્રત્યેક અગ્નિવીર દ્વારા પ્રાપ્ત કૌશલ માટે એક સર્ટિફિકેટ જારી કરવામાં આવશે, જે તેમના બાયોડેટાનો ભાગ બનશે.

આ અરજી પર એક કેન્દ્રીયકૃત બોર્ડ પારદર્શક રીતે વિચાર કરશે અને વાયુસેનામાં મૂળ અગ્નિવીરોના વિશિષ્ટ બેચની સંખ્યાના મોટાભાગના ૨૫ ટકા સૈનિકોને પ્રદર્શનના આધારે સામેલ કરવામાં આવશે. વાયુસેનાએ કહ્યુ કે રજાની અનુમતિ સંગઠનની આવશ્યકતાઓ અનુસાર આપવામાં આવશે.

પ્રત્યેક અગ્નિવીરને ૩૦ દિવસની વાર્ષિક રજા આપવામાં આવશે, જ્યારે બીમારીની રજા મેડીકલ રિપોર્ટ પર ર્નિભર કરશે. અગ્નિવીરોને ભારતીય વાયુસેનામાં એક અલગ રેન્ક આપવામાં આવશે, જે કોઈ પણ અન્ય વર્તમાન રેન્કથી અલગ થશે. અગ્નિવીરોને નવી યોજનાના તમામ નિયમો અને શરતોનો સ્વીકાર કરવો પડશે.

આ યોજના હેઠળ અગ્નિવીરોની ભરતીની નૌસેનાની યોજનાનુ વિવરણ આપતા વાઈસ એડમિરલ દિનેશ ત્રિપાઠીએ કહ્યુ કે નૌસેના મુખ્યાલય ૨૫ જૂન સુધી ભરતી માટે વ્યાપક દિશાનિર્દેશ જારી કરશે. તેમણે કહ્યુ કે પહેલી બેચ ૨૧ નવેમ્બર સુધી તાલીમ કાર્યક્રમ શરૂ કરશે.

લેફ્ટિનેંટ જનરલ પુરીએ કહ્યુ હતુ કે સરકાર અગ્નિપથ યોજનાને લાગુ કરવાની દિશામાં આગળ વધી રહી છે. તેમણે યુવાનોને પોતાનુ વિરોધ પ્રદર્શન પૂરુ કરવાની અપીલ કરી હતી. લેફ્ટિનેંટ જનરલ પોનપ્પાએ કહ્યુ કે ૨૫,૦૦૦ કર્મચારીઓની પહેલી બેચ ડિસેમ્બરના પહેલા અને બીજા સપ્તાહમાં તાલીમ કાર્યક્રમ સાથે જાેડાશે તથા બીજી બેચ ૨૩ ફેબ્રુઆરીની આસપાસ પોતાની તાલીમમાં સામેલ થશે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.