મોંઘવારી ઈફેક્ટઃ ઢોંસા-ઈડલી-વડાપાંઉ મોંઘા થયા
ફાસ્ટફૂડની લારીઓ પર વિદ્યાર્થીઓની ભીડ!
(પ્રતિનિધિ )અમદાવાદ, ફાસ્ટફૂડ’ આમ તો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તેમ નિષ્ણાંતો જણાવે છે. તેમ છતાં અમદાવાદીઓ ઠેર ઠેર ફાસ્ટફૂડ જ ખાતા નજરે પડશે. વડાપાંઉ, સેન્ડવીચ, બર્ગર, મેગી સહિતની ખાદ્ય ચીજવસ્તુઓ ખાવાની મજા જરૂર પડે છે.
ચટાકેદાર હોય છે પણ પાછલા દિવસોમાં આ તમામ ચીજવસ્તુઓના ભાવ વધી ગયા છે. ખાસ ત લારીઓ પર સરળતાથી મળી રહેતા ઢોંસા-ઈડલી-વડાપાંઉના ભાવ વધ્યા છે. એક તરફ શાળા-કોલજાે શરૂ થતાં ફાસ્ટફડની લારીઓ પર ભીડ જામે છે.
લોે-ગાર્ડન પાસે સવારે એક ઢોંસાવાળાના ઢોંસા ખાવા વિદ્યાર્થીઓ ઉમટી પડે છે. તો નારણપુરા ચારરસ્તાથી આગળ જતાં એક લારીમાં પણ ઢોંસા-ઈડલી-વડાપાઉ ખાવા લોકો ઉમટી પડે છે. અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં ફાસ્ટફૂડની લીરીઓ જાેવા મળશે. અત્યાર સુધી શાળા-કોલેજાે બંધ હતા જેથી બહુ જ ઓછી ભીડ નજરે પડતી હતી.
પરંતુ જેવી શાળા-કોલેજાે ખુલી કે વિદ્યાર્થીઓ ફાસ્ટફૂડ પર રીતસરના તૂટી પડ્યા છે. આજકાલ લારી પર મળતા ઢોંસાના ભાવ રૂા.૭૦થી ૮૦ થઈ ગયા છે તો ઈડલી રૂા.૩૦-૩પની આસપાસ થઈ ગઈ છે. મોટેભાગે વિદ્યાર્થીઓને ઘરે જવામાં મોડુ થતુ હોય અગર તો સવારે વહેલા નીકળ્યા હોય તો ફાસ્ટફૂડ પર પોતાની પસંદગી ઉતારે છે.
તજજ્ઞો સરકાર પણ ફાસ્ટ ફુડને લઈને ચિંતીત છે. પણ શહેરમાં ઠેર ઠેર ફાસ્ટફૂડ સિવાય બીજુ મળે છે પણ શું?? હોટલ-રેસ્ટોરન્ટોમાં ખર્ચો કોઈને પોષાતો નહીં હોવાથી અને લારી પર નજર સમક્ષ તાજુ ખાવાનું મળતુ હોવાથી આજકાલ ફાસ્ટફૂડની લારીઓ પર ભારે ભીડ જાેવા મળત હોય છે.