Western Times News

Gujarati News

અમદાવાદમાં મેઘરાજાની પધરામણી ક્યારે થશે?

rain Ahmedabad

અસહ્ય બફારા-ઉકળાટથી લોકો ત્રાહિમામ-આકાશમાં વાદળો ગોેરંભાય છેે પણ વરસાદ પડતો નથી

(પ્રતિનિધિ )અમદાવાદ, જુન ચાલવા લાગ્યો છે. અને સાવર્ત્રિક વરસાદના ઠેકાણા પડયા નથી. અમદાવાદમાં મેઘરાજાની સવારી ક્યારે આવશે તેને લઈને સૌ કોઈ ચિંતીત છે. વરસાદ આવતો નથી પરિણમે બફારા-ઉકળાટથી લોકો ત્રાસી ઉઠ્યા છે. સાંજ પડતા જ પરસેવાના રેલા ઉતરવા લાગે છે.

મુસાફરોથી ભરેલી હકડેઠઠ બસમાં તો શ્વાસ લેવામાં પણ ભારે તકલીફ પડે એવુ વાતાવરણ સર્જાય છે. પરોઢીયે ઠંડક થાય છે પણ દિવસભર વાદળછાયા વાતાવરણની વચ્ચે ભયંકર બફારો રહે છે.

સામાન્ય રીતે ગુજરાતમાં જુલાઈ-ઓગષ્ટ ભરપૂર રહે છે. આ વખતે જૂનમાં વરસાદ થોડો વહેલો શરૂ થયો છે એવુૃ જણાઈ રહ્યુ છે. સૌરાાષ્ટ્ર- દક્ષિણ ગુજરાત પર મેઘરાજાની અમીદ્રષ્ટી પડી છે. અહીંયા એકંદરે વાવણીલાયક સારો વરસાદ પડ્યો છે. આકાશમાંથી કાચુ સોનુૃ વરસી રહ્યુ છે. જગતનો તાત ખેડૂત ખુશ છે.

હવે, મેઘરાજા સાવર્ત્રિક રીતે રાજયભરમાં પધરાણી કરે તે જરૂરી છે. અમદાવાદના નસીબમાં દર વર્ષે વરસાદ મોડો કેમ હોય છે એ સમજાતુ નથી. ગામ આખામાં વરસાદ હોય તય અમદાવાદને ‘બાય પાસ કરીનેે મેેઘરાજા પસાર થઈ જાય છે. છેલ્લા બે ત્રણ દિવસથી આકાશમાં વાદળો ગોરંભાયા છે.

ગરમી-બફારાને જાેતા એમ લાગે છે કે હમણા સાંજ સુધીમાં તો વરસાદ તૂટી પડશે. પણ એવંુ કઈ થતુ નથી. અમદાવાદમાં ગરમી-બફારાથી ત્રાસી ઉઠેલા લોકો મેઘરાજાની પધરામણી થાય તેની રાહ જાેઈ રહ્યા છે.

હવામાન ખાતાની આગાહી પ્રમાણે  ધીમે ધીમે ચોમાસુ સક્રિય થઈ રહ્યુ છે. સિસ્ટમો સર્જાઈ રહી છે. બસ, હવે વરસાદનું આગમ થાય તો નિરાંત થાય!! આ વખતે તો નદી-નાળા ડેમો છલકાઈ જાય એવો સરસ વરસાદ પડે એવુ સૌ કોઈ ઈચ્છી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.