વડતાલમાં કાર્તિકી સામૈયા પ્રસંગે ભવ્ય પ્રદર્શનનો શુભારંભ
અમદાવાદ, કાર્તિકી સામૈયા પ્રસંગે વડતાલ ધામને આંગણે શ્રી વચનામૃત દ્વિ શતાબ્દી મહોત્સવ નિમિત્તે પ.પૂ.રાકેશપ્રસાદજી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે દિવ્ય ભવ્ય પ્રદર્શનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ વડતાલ ધામ ખાતે ઉમટી પડ્યા હતા.