Western Times News

Gujarati News

ભરૂચના ખેડૂતો અન્ય જિલ્લાઓ જેટલું વળતર મેળવવા તંત્ર સામે જંગે ચઢશે

Bharuch farmer land acquisition bullet train dispute

ભરૂચ ખાતે જિલ્લા ખેડૂત સમાજની મહત્વની બેઠક મળી

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ ખાતે જીલ્લાના વિવિધ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના અસરગ્રસ્ત ખેડૂતોની બેઠક ભરૂચ જીલ્લા ખેડૂત સમાજના નેજા હેઠળ મળી હતી.જેમાં રાષ્ટ્ર અને રાજ્યના ખેડૂત નેતાઓને બોલાવવાનું નક્કી કરી આપઘાત નહિ પણ આંદોલનનો ર્નિણય કરાયો હતો.

ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે ભરૂચ જીલ્લા ખેડૂત સમાજના નેજા હેઠળ અસરગ્રસ્ત ખેડૂતોની મહત્વની બેઠક મળી હતી.જેમાં ભરૂચ જીલ્લા માંથી પસાર થતાં બુલેટ ટ્રેન,એકસપ્રેસ હાઈવે, ફ્રેઈટ કોરિડોર, ભાડભૂત બેરેજ યોજના માટે સંપાદિત જમીન માટે

સુરત, નવસારી અને વલસાડ જીલ્લાના ખેડૂતોને અપાયેલ વળતર જેટલા વળતર ની માંગ કરવામાં આવી હતી.ભરૂચ ખેડૂત સમાજના પ્રમુખ મહેન્દ્રસિંહ કરમરિયા એ આક્ષેપ કર્યા હતા કે ભરૂચ જીલ્લાના ખેડૂતોની જમીન સંપાદિત કરી પાડોશી જિલ્લા કરતા અત્યંત ઓછું વળતર ચૂકવવામાં આવે છે.

જે સામે ખેડૂતો નો વિરોધ છે.આ અન્યાય મા ખેડૂતો પાસે બે જ રસ્તા છે આપઘાત કરે કે આંદોલન કરે ત્યારે હવે આપઘાત નહિ પણ ન્યાય મેળવવા આંદોલન કરવામાં આવશે.જે માટે રાકેશ તિકૈત,જયેશ પટેલ રાષ્ટ્રીય અને રાજ્યના ખેડૂત આગેવાનો ને બોલાવી અન્યાય અંગે માહિતી આપી આંદોલન અંગે ની રૂપરેખા ઘડી કાઢવા મા આવશે.

અત્રે એ વાત નો ઉલ્લેખ કરવો રહ્યો કે ઘણા સમય થી ખેડૂતો વળતર ના મુદ્દે વિવિધ સ્તરે રજૂઆત કરવા સાથે સમયાંતરે આંદોલન પણ કરી રહ્યા છે પણ ઠાલા વચનો જ મળતા રહ્યા છે ત્યારે હવે ખેડૂત આંદોલન મા રાષ્ટ્રીય ખેડૂત નેતા ના આગમન બાદ જીલ્લાના ખેડૂતોની માંગ સંતોષાય છે કે કેમ તે જાેવું રહ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.