Western Times News

Gujarati News

અસ્થિર મગજની યુવતીનું પરિવાર સાથે સખી વન સ્ટોપ સેન્ટરની ટીમે મિલન કરાવ્યું

ભીલવાણિયા ગામમાંથી ગુમ થયેલ અસ્થિર મગજની યુવતીનું તેના પરિવાર સાથે સખી વન સ્ટોપ સેન્ટર પંચમહાલની ટીમે સુખદ મિલન કરાવ્યું

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા તાલુકાના ભામૈયા પૂર્વ ગામના રસ્તાની સાઈડમાં એક મહિલા જાેવા મળી આવી હતી. આ મહિલાને તાલુકા પોલીસ સ્ટેશનની પી.સી.આર.વાનની ટીમ પેટ્રોલીંગમાં નીકળેલ હતી. The team of Sakhi One Stop Center reunited mentally challenged girl with her family in Godhra Gujarat

તે દરમિયાન આ પી.સી.આર. વાનના સ્ટાફની નજર આ મહિલા ઉપર પડતા જ આ સ્ટાફ એ ગાડી ઉભી કરીને આ મહિલાની પૂછપરછ કરતા અસ્થિર મગજની આ મહિલાએ કોઈ જવાબ ન આપતા જ આ મહિલાને તાલુકા પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા.

અને તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ.અને સ્ટાફ દ્વારા આ મહિલાની પૂછપરછ કરવામાં આવી હતી. પરંતુ કંઈ જણાવતા ન હોય ત્યારે તાલુકા પોલીસ સ્ટેશન પી.આઈ.દ્વારા તેમના સ્ટાફને સૂચના આપીને આ મહિલાને સિવિલ હોસ્પિટલ ખાતે ચાલતા આશાદીપ ફાઉન્ડેશન સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય અપાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકા ભીલવાણીયા ગામની અસ્થિર મગજની યુવતી પરિવારથી વિખુટી પડી ગઈ હતી.

અને ગોધરા તાલુકાના ભામૈયા પૂર્વ ગામ નજીક રોડની સાઈડમાં એક મહિલા બેઠેલી જાેવા મળતા જ તાલુકા પોલીસ સ્ટેશનની પેટ્રોલીંગમાં નીકળેલ દ્વારા પી.સી.આર.વાનના સ્ટાફની નજર આ મહિલા પર પડતા જ તાત્કાલિક આ મહિલાને પોલીસ હેડ ક્વાર્ટરના તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લઈ આવ્યા હતા.

ત્યાર બાદ આ મહિલાને તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. અને સ્ટાફ દ્વારા પૂછપરછ કરતા મહિલા અસ્વસ્થ જણાઈ આવતા આ મહિલાને ગોધરા સિવિલ સંકુલમાં કાર્યરત આશાદીપ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મોકલી આપવામાં આવી હતી.

સખી વન સ્ટોપ સેન્ટરના સંચાલક અને ટીમ દ્વારા સતત આ મહિલાનું કાઉન્સેલિંગ કરીને આ મહિલા ભીલવાણીયા ગામની હોવાનું માલુમ પડતા જ ત્યાંના સરપંચનો સંપર્ક કરી મહિલા વિશે માહિતી મેળવી ગુમ થયેલી મહિલા ત્યાંની છે તેની ખાત્રી કરી હતી.

ત્યાર બાદ તેમના પરીવારનો સંપર્ક કરતા આજે તેમનો પરિવાર ગોધરા સીવીલ હોસ્પિટલ ખાતે આવેલા સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મહિલાને લેવા માટે આવ્યા હતા.જયારે મહિલાને સહીસલામત જાેઈ પરીવારજનો એ રાહતનો શ્વાસ લીધો હતો ત્યારબાદ પરીવારજનો એ સખી વન સ્ટોપ સેન્ટરની ટીમનો આભાર માન્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.