સુરત DGGIએ 2.5 કરોડની GSTની ચોરી પકડી
સુરત, જીઆઈ પાઇપ્સ, એમએસ પાઇપ્સ, એન્ગલ્સ, ચેનલ્સ, ગડર, પટ્ટી, એમએસ પ્લેટ્સ અને સ્ટીલના સળિયા જેવી વિવિધ ચીજવસ્તુઓનાં વેપારમાં સંકળાયેલી કંપની મેસર્સ વૃષ્ટિ એન્ટરપ્રાઇજ જીએસટીની ચૂકવણી કર્યા વિના ઉપરોક્ત ઉત્પાદનોનું વેચાણ કરીને જીએસટીની ચોરી કરવામાં સંકળાયેલી હોવાની બાતમી મળ્યાનાં આધારે ડીજીજીઆઈ, સુરત ક્ષેત્રીય એકમે સુરતમાં પાંચ સ્થળો પર તપાસ કામગીરી હાથ ધરી હતી.
આ તપાસ દરમિયાન એવી જાણકારી મળી હતી કે, તેઓ ફક્ત ડિલિવરી ચલણ જ તૈયાર કરે છે અને તેમનાં રેકોર્ડમાં ગણતરીમાં લીધા વિના રોકડમાં ચીજવસ્તુઓનું વેચાણ કરી રહ્યાં છે તથા ઇનવોઇસ બનાવતા જ નથી. ઘણાં ગુનાહિત દસ્તાવેજો તપાસમાં મળી આવ્યાં હતાં, જેમાં આશરે રૂ. 2.5 કરોડની જીએસટીની ચોરી થઈ હોવાનો એકરાર કંપનીનાં માલિકે કર્યો હતો અને અઠવાડિયાનાં જેટલા સમયમાં સંપૂર્ણ ચૂકવણી કરવાની ખાતરી સાથે તેમણે આંશિક ચૂકવણી કરી છે.
ઉપરાંત અન્ય એક કેસમાં કરવેરાને પાત્ર વિવિધ સેવાઓ પ્રદાન કરવામાં સંકળાયેલી મેસર્સ નોમા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડનાં એક ડાયરેક્ટર શ્રી કુંદનકુમાર ગુપ્તાની17.10.2019નાં રોજ રૂ. 3.33 કરોડનાં સર્વિસ ટેક્સની ચોરીનાં આરોપસર ધરપકડ ડીજીજીઆઈ, સુરત ઝોનલ યુનિટનાં અધિકારીઓએ ચોરી કરી હતી. તેમનાં જામીનની સુનાવણી ગઈકાલે આદરણીય ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, વાપી સમક્ષ થઈ હતી. તેમનાં જામીન વિભાગનાં સરકારી વકીલ શ્રી અય્યાઝ શેખની અરજી પર નકારી કાઢવામાં આવ્યાં હતાં.