Western Times News

Gujarati News

CSનો નવો અભ્યાસક્રમ જૂન 2023થી અમલી થશે : દેવેન્દ્ર દેશપાંડે

23rd National Conference of Practicing Company Secretaries

CS સ્પેશ્યાલીસ્ટ બનવા માટે વિદ્યાર્થીઓને ઈલેક્ટીવ પેપર પધ્ધતિનો લાભ મળશે

અમદાવાદ, આઈસીએઆઈ (ઈન્સ્ટિટ્યુટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઈન્ડિયા-ICSI)ના નેશનલ પ્રેસીડેન્ટ સીએસ દેવેન્દ્ર દેશપાંડે આજે આઈસીએઆઈ અમદાવાદ ચેપ્ટર દ્વારા આયોજીત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા આવ્યા હતાં. 23rd National Conference of Practicing Company Secretaries.

ICSI અમદાવાદ ચેપ્ટરને વર્ષ 2020 દરમ્યાન બેસ્ટ ચેપ્ટર ઓફ ઈન્ડિયાનો એર્વોર્ડ પ્રાપ્ત થયાની ઘોષણા ‘કંપની સેક્રેટરી-એ પ્રિફર્ડ પ્રોફેશનલ’ થીમ પર લોનાવાલામાં યોજાયેલી રાષ્ટ્રીય પરિષદમાં કરવામાં આવી હતી.

આઈસીએસઆઈના નેશનલ પ્રેસીડેન્ટ સીએસ દેવેન્દ્ર દેશપાંડેએ જણાવ્યું હતું કે ન્યુ એજ્યુકેશન પોલીસી અંતર્ગત કંપની સેક્રેટરી (સીએસ)નો સંપૂર્ણ અભ્યાસક્રમ બદલાઈ રહ્યો છે. સ્કીલ ડેવલપમેન્ટ આધારિત સીલેબસ, આંતરરાષ્ટ્રીય તકો શોધી નવા અભ્યાસક્રમમાં આમુલ ફેરફાર કરવામાં આવશે.

ન્યુ એજ્યુકેશન પોલીસી આવ્યાના એક વર્ષ સુધી એનાલીસીસ કર્યા બાદ નવો સીલેબસ લાવી રહ્યા છીએ. જે વિદ્યાર્થીઓને એકેડેમીક કેરીયર બનાવવામાં મદદરૂપ થશે. સીએસનો નવો અભ્યાસક્રમ 16 જુલાઈથી પબ્લિક રીવ્યુ માટે સમગ્ર દેશમાં ઓપન કરવામાં આવશે. ત્યારબાદ ફાઈનલ સીલેબસ તા. 1 થી 3 સપ્ટેમ્બર દરમિયાન કોલકાતામાં યોજાનારી નેશનલ કોન્ફરન્સમાં રીલીઝ કરવામાં આવશે. નવા સીલેબસની પ્રથમ પરીક્ષા જૂન 2023થી લેવામાં આવશે.

સીએસ દેવેન્દ્ર દેશપાંડેએ વધુમાં જણાવ્યું હતું કે નવા સીલેબસમાં સીએસનો અભ્યાસક્રમ કરતાં વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીયસ્તરની આધુનિક નોલેજ બેઈઝ જાણકારી મળશે અને તેઓને સ્પેશ્યાલીસ્ટ બનવા માટે ઈલેકટિવ પેપર પધ્ધતિનો લાભ મળશે. તદઉપરાંત અમે યુજીસી સમક્ષ રજૂઆત કરી છે કે 10 વર્ષના સીએસની પ્રેકટીસનો અનુભવ ધરાવતા સીએસને એકેડેમિક સાઈડમાં પ્રેક્ટીસીંગ પ્રોફેસરની કેરિયર શરૂ કરવા દેવામાં આવે.

આઈસીએસઆઈના CSR કાર્યક્રમ અંતર્ગત લેહ લદાખ અને નોર્થ ઈસ્ટમાં વિદ્યાર્થીઓને સીએસ બનવા માટે કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી અને કોવિડ મહામારી દરમિયાન જે પણ વિદ્યાર્થીઓએ તેમના વાલી ગુમાવ્યા છે, તેઓની ફી માફ કરવામાં આવી છે.

ICSI દ્વારા દરવર્ષે યોજાતા કોન્વોકેશનમાં સીએસ થનારા દરેક વિદ્યાર્થીઓને આપવામાં આવતા મોમેન્ટોની રકમ હવે  ‘શહીદ કી બેટી’ યોજનામાં જમા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અત્યાર સુધી મોમેન્ટોની રકમ  પેટે રૂ. 30 લાખ જમા થઈ ચૂક્યા છે. આ સિવાય સમગ્ર દેશમાં આવેલા કંપની સેક્રેટરીના પોતાના બિલ્ડિંગોને સોલર ઈન્સ્ટીટયુટ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. સીએસ થનાર વિદ્યાર્થીઓને હવે આંતરરાષ્ટ્રીય સ્તરે અને દેશમાં આવેલા કોર્પોરેટ ક્ષેત્રે પ્લેસમેન્ટ મળી રહે તે માટે ઈન્સ્ટીટ્યુટ કાર્યરત છે.

આઈસીએસઆઈ અમદાવાદ ચેપ્ટરને વર્ષ 2020 માટે બેસ્ટ ચેપ્ટરનો એવોર્ડ મળ્યાની ખુશીની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા કાર્યક્રમમાં ડબલ્યુઆઈઆરસીના વેસ્ટર્ન રીજનના પ્રમુખ સીએસ રાજેશ તારપરા, સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર સીએસ ચેતન પટેલ, અમદાવાદ ચેપ્ટરના ચેરમેન સીએસ વિવેક વખારિયા સહિત મોટી સંખ્યામાં સીએસ મેમ્બર્સ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રેક્ટિસિંગ કંપની સચિવોની 23મી રાષ્ટ્રીય પરિષદ ઇન્સ્ટિટ્યૂટે 18-19 જૂન, 2022 ના રોજ “કંપની સેક્રેટરી – એ પ્રિફર્ડ પ્રોફેશનલ” થીમ પર લોનાવાલામાં તેની 23 મી પ્રેક્ટિસિંગ કંપની સેક્રેટરીઝની રાષ્ટ્રીય પરિષદનું આયોજન કર્યું હતું.

આ પરિષદનો હેતુબદલાતાં નિયમનકારી પરિમાણોને પગલે કંપની સેક્રેટરીઝની પ્રેક્ટિસ કરવાની નવી ભૂમિકા અને જવાબદારીની શોધ કરવાનો હતો. આ પરિષદ એ આ વ્યવસાય સાથે સંબંધિત મહત્ત્વપૂર્ણ બાબતોની ક્ષમતાઓ વધારવા અને અભિપ્રાયો/વિચારોનું આદાનપ્રદાન કરવા માટેનો એક મંચ હતો, જેથી મૂલ્ય-આધારિત વ્યાવસાયિકો તરીકે કંપની સેક્રેટરીઝ નિયમનકારી સત્તામંડળોની જવાબદારી નિભાવવા સજ્જ થઈ શકે.

એમસીએ આઇકોનિક વીક અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્સવ પર આઇસીએસઆઈનો વિશેષ કાર્યક્રમ

આઇસીએસઆઈએ 9 જૂન, 2022ના રોજ માનનીય કાયદા અને ન્યાય મંત્રી શ્રી કિરેન રિજિજુ અને કોર્પોરેટ બાબતોના મંત્રાલયના સચિવ શ્રી રાજેશ વર્મા, આઈએએસની ઉપસ્થિતિમાં એમસીએ આઇકોનિક વીક અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી હતી. “Redefining Good Governance: Innovation, Compliance, Sustainability, and Inclusion”

જેમાં બે ટેકનિકલ સત્રો મારફતે થીમ પર ઉંડાણપૂર્વક અને વિગતવાર ચર્ચાનું આયોજન કરાયું હતું, જેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છેઃ

ઈન્ડિયા @75ગવર્નન્સ પ્રોફેશ્નલ્સની ભૂમિકાનું વિસ્તરણ ભારત- સુશાસનને પ્રોત્સાહન આપવામાં વિશ્વગુરૂ

આઇસીએસઆઈ ઓવરસીઝ સેન્ટર્સની પ્રથમ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ આઇસીએસઆઈએ જ્ઞાનની વહેંચણી માટે વધુ એક તક ઊભી કરી હતી અને 23 માર્ચ, 2022ના રોજ દુબઈમાં આઇસીએસઆઈ ઓવરસીઝ સેન્ટરની પ્રથમ આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કર્યું હતું.

આ પરિષદનો વિષય હતો , “સુશાસનને પુનઃવ્યાખ્યાયિત કરવુઃ નવીનીકરણ, અનુપાલન, ટકાઉપણું અને સર્વસમાવેશકતા”, જેણે તમામ અર્થતંત્રોમાંથી ચર્ચાઓની એક શ્રુંખલા રજૂ કરી હતી અને બંને અધિકારક્ષેત્રોના કાયદાઓની જટિલતાઓને સમજવામાં મદદ કરી હતી.

આ પરિષદમાં વ્યાવસાયિકો, કોર્પોરેટ ગૃહો અને નિયમનકારી સત્તામંડળોના આંતરરાષ્ટ્રીય વક્તાઓ અને પ્રતિનિધિઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી, જેમણે વિક્ષેપ, અનિશ્ચિતતા અને પરિવર્તનના વાતાવરણમાં પ્રગતિ માટે ઉભરતી ટેકનોલોજી પર ચર્ચા કરી હતી.

માન્યતાઓ -કંપની સેક્રેટરી લાયકાતને પીજી ડિગ્રીની સમકક્ષ ગણવામાં આવે છે -યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન, ભારતે કંપની સેક્રેટરી ક્વોલિફિકેશનને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રીની સમકક્ષ માન્યતા આપી છે.

ICSI ઓવરસીઝ સેન્ટર્સ –“સારા કોર્પોરેટ ગવર્નન્સને પ્રોત્સાહન આપવા માટે વૈશ્વિક નેતા બનવું” આ વિઝન અને તેના મિશન “સારા કોર્પોરેટ ગવર્નન્સની સુવિધા આપતા ઉચ્ચ ક્ષમતા ધરાવતા વ્યાવસાયિકો તૈયાર કરવા” સાથે, સંસ્થાએ યુએઈ, યુએસએ, યુકે, સિંગાપોર અને ઓસ્ટ્રેલિયામાં આઇસીએસઆઈ ઓવરસીઝ સેન્ટર્સની સ્થાપના કરીને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પદાર્પણ કર્યું છે.

આ કેન્દ્રો આઇસીએસઆઈનાં સભ્યો માટે વ્યાવસાયિક તકો વધારશે અને વિદ્યાર્થીઓ માટે વ્યવહારિક તાલીમની સુવિધા આપશે તેમજ આ દેશોમાં આઇસીએસઆઈને તેની પરીક્ષાઓ યોજવામાં મદદ કરશે.

વિદ્યાર્થીઓ માટે પહેલ -સીએસ (સંશોધન) નિયમનો, 2020 હેઠળ નવા તાલીમ માળખાનો અમલ

ઇન્સ્ટિટ્યૂટે કંપની સેક્રેટરીઝ (એમેન્ડમેન્ટ) રેગ્યુલેશન્સ, 2020 હેઠળ રેગ્યુલેશન 46બીએ અને 46 બીબી મુજબ 3 ફેબ્રુઆરી, 2021ના રોજ તેનું નવું તાલીમ માળખું અમલમાં મૂક્યું હતું. નવા તાલીમ માળખાની મુખ્ય બાબતો આ મુજબ છેઃ

એક મહિનાનો એક્ઝિક્યુટિવ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (ઇડીપી) -એક્ઝિક્યુટિવ પાસ થયેલા વિદ્યાર્થીઓએ એક મહિનાનો એક્ઝિક્યુટિવ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (ઇડીપી)માં ભાગ લેવો જરૂરી છે, જે તેમને ઉદ્યોગમાં ફરજિયાત પ્રાયોગિક તાલીમ માટે/ પ્રેક્ટિસિંગ કંપની સેક્રેટરી બનવા સજ્જ બનાવશે.

પ્રેક્ટિકલ તાલીમ વિદ્યાર્થીઓએ એક મહિનાની ઇડીપી પૂર્ણ કર્યા પછી ઉદ્યોગ/પ્રેક્ટિસિંગ કંપની સેક્રેટરી અને અન્ય સંસ્થાઓ સાથે 21 મહિનાની પ્રાયોગિક તાલીમ લેવી જરૂરી છે.

કોર્પોરેટ લીડરશીપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (સીએલડીપી) પ્રોફેશનલ પ્રોગ્રામ એક્ઝામિનેશન અને પ્રેક્ટિકલ ટ્રેનિંગ પૂર્ણ થયા પછી, વિદ્યાર્થીઓએ તેમની કમ્યુનિકેશન, લીગલ, મેનેજરિયલ અને આઇટી કુશળતાને વધુ બહેતર બનાવવા માટે કોર્પોરેટ લીડરશીપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (સીએલડીપી) માંથી પસાર થવું જરૂરી છે.

શૈક્ષણિક સહયોગો ઇન્ટરનેશનલ કોમર્સ ઓલિમ્પિયાડ – સાયન્સ ઓલિમ્પિયાડ ફાઉન્ડેશન સાથે એમઓયુ

શાળાના વિદ્યાર્થીઓમાં કંપની સેક્રેટરીઝના વ્યવસાય વિશે જાગૃતિ લાવવાના પ્રયાસના ભાગરૂપે, સંસ્થાએ તાજેતરમાં ઈન્ટરનેશનલ કોમર્સ ઓલિમ્પિયાડના આયોજન માટે સાયન્સ ઓલિમ્પિયાડ ફાઉન્ડેશન સાથે એક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે.

ICSI શૈક્ષણિક જોડાણ –ઇન્સ્ટિટ્યૂટે વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો અને વ્યાવસાયિકોને જ્ઞાન અને બહેતર કૌશલ્ય પ્રદાન કરવા માટે વિવિધ આઇઆઇએમ, નેશનલ લો યુનિવર્સિટી અને રાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી સંસ્થાઓ સાથે જોડાણ કરવા આઇસીએસઆઇ એકેડેમિક કનેક્ટની શરૂઆત કરી હતી.

આ જોડણ હેઠળ આ યુનિવર્સિટીઓ/સંસ્થાઓના ચોક્કસ કાર્યક્રમોના ટોપર્સને આઇસીએસઆઈ સિગ્નેચર એવોર્ડ ગોલ્ડ મેડલ અને કંપની સેક્રેટરી કોર્સ કરવા માટે શિષ્યવૃત્તિ એનાયત કરવામાં આવશે. આ એમઓયુ સંયુક્ત શૈક્ષણિક સંશોધન, સંયુક્ત કાર્યશાળાઓ, વ્યાવસાયિક વિકાસ અને ફેકલ્ટી વિકાસ કાર્યક્રમોના ક્ષેત્રોમાં વિસ્તૃત ભાગીદારીની સુવિધા આપશે તેમજ સંસાધનોની વહેંચણી અને કોન્ફરન્સ, કાર્યશિબિરો અને સેમિનારોમાં ભાગીદારીની સુવિધા પૂરી પાડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.