૧૨ યુવતીને ફસાવી સગીરાનું અપહરણ કરનારો ઝડપાયો
પટના, બિહારના પૂર્ણિયામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લગ્નના ઈરાદે સગીર યુવતીનું અપહરણ કરનાર શખ્સની પોલીસે ધરપકડ કરી છે. આરોપી શમશાદ ઉર્ફે મનોવર ૬ વર્ષથી પોલીસથી ભાગી રહ્યો હતો. આરોપીની પૂછપરછમાં અનેક ખુલાસા થયા છે. આરોપીએ જણાવ્યું હતું કે, હું તો કુંવારો છું એમ કહીને મેં ૧૨ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી બાદમાં તેની સાથે લગ્ન કર્યા હતા. સાથે જ એક પણ પત્નીને આ અંગે જાણ નહોતી કે, હું પરિણીત છું.
પકડાયેલ આરોપી કોચાધામન પોલીસ સ્ટેશન વિસ્તારના અનારકલી ગામનો રહેવાસી છે. તેના વિરૂદ્ધ અંનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના બિજવાર ગામમાં એક સગીરનું અપહરણ કરવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ ઘટના ૮ ડિસેમ્બર ૨૦૧૫ના રોજ બની હતી જેમાં એક અઠવાડિયા બાદ પોલીસે કિશનગંજના એલઆરપી ચોક નજીકથી અપહરણ કરનાર સગીર મળી આવ્યો હતો.
કેસની તપાસ કરી રહેલા શંકર સુમન સૌરભે જણાવ્યું હતું કે, યુવતીના પિતાએ તેને નામાંકિત આરોપી બનાવ્યો હતો. તેની ધરપકડ માટે સતત દરોડા પાડવામાં આવી રહ્યા હતા. બહાદુરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના કોઈડાંગી ગામમાંથી દરોડા પાડીને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ એક ડઝન લગ્નો કર્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે તેની ૭ પત્નીઓ સાથે વાત કરી છે.
તેમણે એ પણ કબૂલ્યું હતું કે, આરોપીને તેણીને પ્રેમજાળમાં ફસાવી હતી અને બાદમાં તેની સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા એક પણ મહિલાને ખબર નહોતી કે શમશાદ પરણિત છે. લગભગ ૬ વર્ષ બાદ આ કેસમાં પોલીસને સફળતા મળી છે. પૂછપરછ બાદ તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.SS2KP