Western Times News

Gujarati News

૧૦ માસ બાદ ભારતે કાબુલમાં એમ્બેસી ફરીવાર ખોલી નાખી

કાબુલ, અફઘાનિસ્તાનમાં તાલિબાનનુ શાસન પાછુ આવ્યા બાદ દુનિયાભરના ઘણા દેશોએ પોતાની એમ્બેસીને તાળા મારી દીધા હતા અને કર્મચારીઓને પાછા બોલાવી લીધા હતા.
આ દેશોમાં ભારતનો પણ સમાવેશ થતો હતો. જાેકે ૧૦ મહિના બાદ ભારતે કાબુલમાં પોતાની એમ્બેસીને ફરી ખોલી નાંખી છે. સંયુક્ત સચિવ સ્તરના અધિકારીના નેતૃત્વમાં એક ટીમ અફઘાનિસ્તાનના કાબુલમાં પાછી ફરી છે અને ભારતના આ પગલાથી તાલિબાન સરકાર ખુશ થઈ ગઈ છે.

ભારતના વિદેશ મંત્રાલયનુ કહેવુ છે કે, આ ટીમ માનવીય સહાય પૂરી પાડવાની કામગીરીનુ કો ઓર્ડિનેશન કરશે અને તેના પર નજર પણ રાખશે.
તાલિબાને ભારતના ર્નિણય પર ખુશી વ્યક્ત કરતા કહ્યુ છે કે, અફઘાનિસ્તાન સરકાર અહીંના લોકોને માનવીય સહાય પુરી પાડવા માટે કાબૂલમાં એમ્બેસીને કાર્યરત કરવાના ભારતના ર્નિણયનુ સ્વાગત કરે છે.

પ્રવક્તાએ કહ્યુ હતુ કે, ભારતે ફરી એમ્બેસી શરૂ કરી છે તે દર્શાવે છે કે, દેશમાં સુરક્ષાનો માહોલ છે અને અહીંયા તમામના અધિકારોનુ સન્માન કરવામાં આવી રહ્યુ છે.તાલિબાને બીજા દેશોને પણ પોતાની એમ્બેસી ફરી શરૂ કરવા માટે અપીલ કરી છે. અફઘાનિસ્તાનમાં બુધવારે આવેલા ૬.૧ની તિવ્રતાના ભૂકંપમાં ૧૦૦૦ કરતા વધારે લોકોએ જીવ ગુમાવ્યા બાદ ભારતે અફઘાનિસ્તાનને રાહત સામગ્રી મોકલવાનુ શરૂ કર્યુ છે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.