Western Times News

Gujarati News

સુરતમાં ધાડ, લુંટ, ખંડણી જેવા ગુનામાં નાસતો-ફરતો આરોપી ઝડપાયો

સુરત,  ચાર-ચાર હત્યા સહિત લુંટ – ખંડણી સહિતના અસંખ્ય ગુનામાં સુરત શહેર પોલીસને છેલ્લા ચાર વર્ષથી ચકમો આપનાર કુખ્યાત પ્રવિણ રાઉતને ક્રાઈમ બ્રાંચ ની ટીમને ઝડપી, પાડવામાં સફળતા સાંપડી છે. બિહાર ખાને પોતાના વતનમાં છુપાયેલા પ્રવીણ રાઉતને ઝડપી પાડવા માટે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા એક અઠવાડ્યિા સુધી રેકી કરવામાં આવ્યા બાદ ગામના પાદરેથી તેની ધરપકડ કરવામાં આવી છે.

સુરત પોલીસ કમિશનર અક્ષય કુમાર તોમરે. આ સંદર્ભે વધુ માહિતી આપતાં આજે એક પત્રકાર પરિષદ દરમ્યાન જણાવ્યું હતું કે, સુરત શહેર પોલીસ માટે માથાનો દુઃખાવો સાબિત થઈ રહેલા અને ચાર – ચાર વર્ષથી સ્થાનિક પોલીસને હાથતાળી આપતા પ્રવીણ રાઉતને ઝડપી પાડવા માટે ઓપરેશને ઘોસ્ટ શરૂ કરવામાં નમાવ્યું હતું.

જેમાં ક્રાઈમ બ્રાંચને કુખ્યાત આરોપી પ્રવીણ રાઉત પોતાના મુળ વતન બિહારના નાલંદા ખાતે આવેલ ગોરમા ગામમાં છુપાયો હોવાની જાણકારી મળી હતી. આ જાણકારીને પગલે ક્રાઈમ બ્રાંચના બે પીએસ-માઈ અને આઠ પોલીસ કર્મચારીઓની ટીમને બિહાર રવાના કરવામાં આવી હતી. જયાં સ્થાનિક પોલીસની મદદથી આરોપીની તમામ હિલચાલ પર એક સપ્તાહ સુધી ઝીણવટભરી નજર રાખવામાં આવી હતી.

કુખ્યાત આરોપી પ્રવીણ રાઉત માથાભારે હોવાની સાથે – સાથે ખુબ જ ચાલાક અને કાયમ પોતાની પાસે હથિયાર રાખતો. સ્ટોવાને કારણે તેને તેના ગામમાંથી જ ઝડપી પાડવાનું કામ કપરૂ હતું. આ દરમ્યાન કૌઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે પણ ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા સવિશેષ તકેદારી રાખવાની હતી.

આ સ્થિતિમાં ક્રાઈમ બ્રાંચ દ્વારા બે અલગ અલગ માં બનાવવામાં આવી હતી અને ટેક્નીકલ તથા હ્યુમન સર્વેલન્સના આધારે પ્રવીણ રાઉતની પ્રત્યેક હિલચાલ પર બાજનજર રાખવામાં આવી હતી. એક સપ્તાહ સુધી સતતડી ર્યા બાદ અંતે પ્રવીણ રાઉત ઘરેથી નીકળીને તાડી પીવા માટેપાદરે પહોંચ્યો હતો જયાં તેની ધરપકડ કરવામાં આવી. હતી. ઉલ્લેખનીય છે કે, પ્રવિણ રાકતવિરૂદ્ધ સુરત શહેર – જિલ્લામાં અસંખ્ય ગુનાઓ નોંધાયેલા છે અને ૨૦૧૮માં તે જેલમાંથી પેરોલ મેળવ્યા બાદ નાસી છૂટ્યો હતો.

ક્રાઈમ બ્રાંચ દ્વારા ગામમાં ફળ વેચવાને બહાને રેકી બિહાર ખાતે પોતાના વતનમાં છુપાયેલા પ્રવિણ રાઉતની ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા એક સપ્તાહ સુધી સઘન રેકી કરવામાં આવી હતી. અલબત્ત, પ્રવીણ રાઉતને આ સંદર્ભે ગંધ ન આવે તે માટે ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા અવાર – નવાર ગામમાં ફળ વેચવાના બેહોને લારી લઈને ફરતો હતો. દરમ્યોને સ્થાનિકોની મદદથી પહેલો પ્રવિણે રાઉતનાં ઘરની ઓળખ કરવામાં ટીમને સફળતા સાંપડી હતી અને ત્યારબાદ તેની પ્રત્યેક હિલચાલ પર નજર રાખવામાં આવી હતી.

બીજી તરફ એક અન્ય ટીમના જવાનો ગામમાં લુંગી, બનિયાન અને ગમછોમાં ફરીને પ્રવીણ રાઉતના દિનચર્યાની માહિતી એકઠી કરી રહ્યા હતા. આમ, એક સપ્તાહ સુધી સતત બાજનજર રાખ્યા બાદ પ્રવીણ રાઉતને ઝડપી પાડવામાં ક્રાઈમ બ્રાંચની ટીમને સફળતા સાંપડી હતી.
સુરત શહેર અને જિલ્લામાં વેપારીઓને ધોક – ધમકી આપીને ખંડણી વસુલ કરતા કુખ્યાત આરોપી પ્રવીણ રાઉત વિરૂદ્ધ ગુન્હાખોરીની દુનિયામાં પોતાની ધાક જમાવવા માટે વિરોધી ગેંગના માણસો સાથે અવાર – નવાર જાહેરમાં હત્યા – મારામારી સહિત ફાયરિંગના ગુન્હાઓ નોંધાયેલા છે.

જાે કે, બાદમાં તેની ગેંગ આંગડિયા અને હીરાના વેપારીઓની ટીપ મેળવીને લૂંટની ઘટનાઓમાં સંડોવાયેલી હતી.સુરતમાં ખૂનની કોશિશ, ધાડ, લુંટ, ખંડણી જેવા ગુનામાં નાસતો-ફરતો માથાભારે આરોપી ઝડપાયો.HS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.