૩૭ વર્ષ બાદ મંગળ-રાહુ અંગારક યોગ બનાવી રહ્યા છે
નવી દિલ્હી, ગ્રહોના સેનાપતિ મંગળનું ૨૭ જૂને રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે. આ દિવસે મંગળ સવારે છ વાગ્યે મેષ રાશિમાં પ્રવેશ કરશે. મંગળનું આ રાશિ પરિવર્તન એટલા માટે ખાસ છે. કારણ કે આ ગોચરથી મેષ રાશિમાં ૩૭ વર્ષ બાદ અંગકારક યોગ બનવા જઈ રહ્યું છે.After 37 years Mars-Rahu is doing angarak yoga
આ અંગકારક યોગ અનેક રીતે મુશ્કેલીઓ વધારી સાબિત થઈ શકે છે. આ અશુભ યોગની અસર દેશ-દુનિયા સહિત અનેક જાતકો ઉપર થશે. ૨૭ જૂનને મંગળ ગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરશે અને જાેકે, આ રાશિમાં રાહુ ગ્રહ પહેલાથી જ બેઠેલો છે. મંગળ અને રાહુની યુતિથી મેષ રાશિમાં ૩૭ વર્ષ બાદ અંગકારક યોગ બનશે. જે ૧૦ ઓગસ્ટ સુધી રહેશે.
આ પહેલા માર્ચ ૧૯૮૫માં રાહુ અને મંગળની યુતિથી મેષ રાશિમાં અંગકારક યોગ બન્યો હતો. મંગળને ગ્રહનો સેનાપતિ કહેવામાં આવે છે. અને રાહુ એક પાપ ગ્રહ છે. આ બંને ગ્રહો એક સાથે મળીને ખુબ અશુભ પરિણામ આપે છે.
જ્યોતિષીઓનું માનવું છે કે બંને ગ્રહોની યુતિથી બનનારા અંગકારક યોગ ધન, હાનિ, વાદ-વિવાદ, કલેશ, ઉધાર, ખર્ચા અને પ્રાકૃતિક આપદાઓનું કારણ બની શકે છે. એટલા માટે અંગકારક યોગ બને ત્યાં સુધી લોકોને ખુબ જ સાવધાની પુર્વત રહેવાની સલાહ આપવામાં આવે છે.
મંગળના રાશિ પરિવર્તનથી બનનારા અંગકારક યોગ ૮ રાશિઓના જાતકોની મુશ્કેલીઓ વધારી શકે છે. જેમાં મેષ, વૃષભ, સિંહ, કન્યા, તુલા, ધન, મકર, અને મીન રાશિના જાતકોને સૌથી વધારે નુકસાન પહોંચાડી શકે છે. ઘર-પરિવારમાં તમારી અનબન બની શકે છે. નોકરી વેપારમાં પણ સમય મુશ્કેલ બની શકે છે. ક્રોધ અને અસંયમિત વાણીથી તમારી મુશ્કેલીઓ વધી શકે છે.SS1MS