માતાએ ૬ વર્ષના દીકરા માટે બનાવ્યું ટાઇમ ટેબલ
નવી દિલ્હી, બાળપણમાં આપણામાંથી ઘણાએ જાતે દિવસનું ટાઈમ ટેબલ બનાવ્યું હશે તો કોઇકને તેમના માતા પિતાએ બનાવી આપ્યું હશે. જેમાં રમવા, વાંચવાથી લઈને ખાવા-પીવા સુધીની દરેક વસ્તુનો સમય જણાવવામાં આવ્યો છે. વાલીઓ પણ બાળકોને આ રૂટિન ફોલો કરવા માટે વિવિધ પ્રલોભનો આપે છે. આવા અનેક વીડિયો અને ફોટા ઇન્ટરનેટ પર વાયરલ થતા રહે છે.The mother made a time table for her 6-year-old son
હાલમાં જ એક એવું જ ટાઈમ ટેબલ ઘણું જ વાયરલ થઇ રહ્યું છે. જેના પર લોકો વિવિધ પ્રકારના ફની રિએક્શન આપી રહ્યા છે. બાળપણમાં મોટા ભાગના લોકો ઘણીવાર વિવિધ પ્રકારના ટાઇમ ટેબલ બનાવે છે, જેનું રૂટિન ફક્ત થોડા લોકો જ અનુસરી શકે છે. આવું જ એક ટાઈમ ટેબલ હાલમાં ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહ્યું છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
આ ટાઈમ ટેબલ એક માતાએ પોતાના ૬ વર્ષના બાળક સાથે બનાવ્યું છે, જેમા સંતાનના આખા દિવસની બધી જ પ્રક્રિયા આવી જાય છે. જેની એક તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મના એકાઉન્ટ પર મુકવામાં આવી છે. જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, “મેં અને મારા ૬ વર્ષના સંતાને દૈનિક શેડ્યૂલ અને પરફોર્મન્સ લિંક્સ બોનસના આધારે આજે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે.” વાયરલ સમયપત્રક જણાવે છે કે, એલાર્મનો સમય સવારે ૭ઃ૫૦ છે, જ્યારે ઉઠવાનો સમય સવારે ૮ઃ૦૦ છે.
ત્યારબાદ બ્રશ કરવું, નાસ્તો કરવો, ટીવી જાેવું, ફળ ખાવું, રમવું, દૂધ પીવું, ટેનિસ રમવું, હોમવર્ક કરવું આ બધું જ ટાઇમ ટેબલમાં આવી જાય છે. જેમા રાત્રિભોજન, સફાઈ, સૂવાનો સમય ઉલ્લેખિત છે. તેમજ આ ટાઈમ ટેબલ મુજબ જાે કોઈ બાળક રડ્યા વગર દિવસ પસાર કરી લે છે તો તેને પણ ઈનામ તરીકે ૧૦ રૂપિયા મળશે.
ખાસ વાત એ છે કે, જાે બાળક સતત ૭ દિવસ આ જ રૂટિનને અનુસરીને રડ્યા, મસ્તી અને લડાઈ કર્યા વિના વિતાવે તો તેને ૧૦ને બદલે ૧૦૦ રૂપિયા મળી શકે છે.SS1MS