Western Times News

Gujarati News

ડોકટરો પરના હુમલાનો વિરોધ કરતા ભરૂચના ડોકટરો

(પ્રતિનિધિ) ભરૂચ, ઈન્ડીયન મેડીકલ એસોસીએશન ધ્વારા અપાયેલા રાષ્ટ્રવ્યાપી હડતાલના એલાનના પગલે ભરૂચના તબીબો પણ હડતાળમાં જાડાયા હતા તબીબોના રક્ષણ માટે કડક કાયદો લાવવાની માંગણી પણ તબીબો ધ્વારા કરવામાં આવી હતી.

પશ્ચિમ બંગાળમાં ડોકટરો પર થયેલા હુમલાના પડઘા સમગ્ર તબીબી આલમમાં પડયા છે પશ્ચિમ બંગાળના ડોકટરોની હડતાળના સમર્થનમાં ઈન્ડીયન મેડીકલ એસોસીએશન દ્વારા રાષ્ટ્ર વ્યાપી હડતાલનનું એલાન આપવામાં આવ્યુ હતું જેમાં ભરૂચના ડોકટરો પણ સામેલ થઈ ર૪ કલાક સુધી ઓ.પી.ડી સેવા બંધ રાખી હતી.

ભરૂચ ખાતે તબીબોએ એકત્રિત થઈ બંગાળમાં ડોકટરો પર થયેલા હુમલાનો વિરોધ કરી કેન્દ્ર સરકાર ડોકટરોની સુરક્ષા માટે કડક કાયદો લાવે તેવી માંગ પણ કરી હતી. ડોકટરોની હડતાલ દરમ્યાન ઈમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી હતી.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.