Western Times News

Gujarati News

ખેડબ્રહ્મા તાલુકામાં ખરીફ કૃષિ મહોત્સવ યોજાયો

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, રાજ્ય સરકારશ્રી દ્વારા ચાલુ વર્ષે ખરીફ કૃષિ મહોત્સવ ૨૦૧૯ દરેક તાલુકા મથક એક દિવસીય કૃષિ સંલગ્ન વિભાગોના સેમિનાર અને પ્રદર્શન સ્ટોલ નું આયોજન કરવાનું નક્કી થયેલ તે મુજબ ખેડબ્રહ્મા તાલુકામાં તારીખ ૧૭ ૬ ૧૯ના રોજ ખેડબ્રહ્મામાં ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે કૃષિ મેળો યોજાયેલ, એ સાથે ખેડૂતો ની જાણકારી માટે સરકારી સ્ટોલ ઉભા કરાયા હતા.

પ્રાઇવેટ એન.જી.ઓ. જીગર બાયોટિક દ્વારા પણ એક સ્ટોલ ઊભો કરાયો હતો કાર્યક્રમમાં ખેડબ્રહ્મા તાલુકા પંચાયત પ્રમુખશ્રી કૃષ્ણ ભાઈ, જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ શ્રી નેતા ભાઈ . ભાજપ તાલુકા પ્રમુખ સુરેશભાઇ પટેલ જશુભાઇ પટેલ બ્રિજેશ પટેલ, ધર્મેન્દ્ર મહેતા, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર ગમાર સાહેબ, તેમજ અન્ય વિભાગના અધિકારી કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા શ્રી જે.કે.પટેલ તાલુકા અમલીકરણ વિકાસ અધિકારી (ખેતી) ખેડબ્રહ્મા અને તેમની ટીમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા આયોજન કરાયેલ.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.