Western Times News

Gujarati News

પેસેન્જરને બ્લેડ વડે ઇજા પહોંચાડી-લૂંટી જનાર આરોપીઓને પોલીસે ઝડપ્યા

નડિયાદ રેલ્વે સ્ટેશન ખાતે પેસેન્જરને માર મારી બ્લેડ વડે ઇજા પહોંચાડી લૂંટ કરી નાસી જનાર આરોપીઓ ને ઝડપી પાડતી નડીયાદ રેલ્વે પોલીસ 

વડોદરા યુનિટ ( જી.આર.પી. ) નાયબ પોલીસ મહાનિરીક્ષક એ.જી.ચૌહાણ સાહેબ ( રેલ્વેઝ ) ગુ.રા.અમદાવાદ તથા પોલીસ અધિક્ષક રાજેશ પરમાર સાહેબ પ.રે.વડોદરા નાઓ દ્વારા નડીયાદ રેલ્વે પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૧૫૨/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૯૨ , ૩૯૪ , ૧૧૪ મુજબના ગુનાના કામે તા .૨૩ / ૦૬ / ૨૦૨૨ ના કલાક ૧૦/૩૦ વાગ્યાના સુમારે ફરીશ્રી નાઓ

નડિયાદ રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નં .૦૨ ઉપર આવેલ શૌચાલય પાસેના બાંકડા ઉપર બેઠા હતા તે દરમ્યાન આ કામના આરોપીઓ ફરીશ્રી નાઓ પાસે આવી તેઓના મો.ફોનની માંગણી કરતાં ફરીશ્રી નાઓએ તેઓનો મો.ફોન આપવાની ના પાડતાં

જેથી આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ જઇ એકબીજાની મદદથી ફરીશ્રીને માર મારી તેઓના માથાના ભાગે બ્લેડ વડે ઇજા પહોંચાડી તેઓના પેન્ટના ખિસ્સામાં રાખેલ રોકડ રૂ .૫૦૦૦ / – ની લુંટ કરી નાસી ગયેલ જે વણશોધાયેલ ગુનો શોધી કાઢવા ખાસ સુચનાઓ આપવામાં આવેલ.

જે આધારે વિભાગીય પોલીસ અધિક્ષક એમ.એ.ચૌધરી વડોદરા વિભાગ ૫.રે.વડોદરા નાઓની સુચના તથા પોલીસ સબ ઇન્સ્પેકટર એમ.એચ.પઠાણ નડીયાદ રેલ્વે પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન મુજબ તા .૨૪ / ૦૬ / ૨૦૨૨

, ના રોજ નડીયાદ રેલ્વે પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ. અરવિંદભાઇ અંબાલાલ તથા એલ.આર. મનિષકુમાર મહેન્દ્રસિંહ તથા પરેશકુમાર મનુભા નાઓ સદર વણશોધાયેલ ગુના સંબંધે તપાસમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ.

અરવિંદભાઇ અંબાલાલ નાઓને મળેલ ખાનગી બાતમી આધારે બાતમીવાળી જગ્યાએથી સદર ગુનો આચરનાર ત્રણ ઇસમો પૈકીનો નામે તકદીર રાજુભાઇ જાતેદેવીપૂજક ( વાઘરી ) ઉ.વ .૨૫ ધંધો – ફેરી રહે.મોહંમદી સોસાયટી સામે ,

સરદાર વસાહત , શાંતિ ફળીયાની સામે , નડીયાદ જી.ખેડાવાળા નાઓને પકડી પાડી સદર ગુના સંબંધે ઉંડાણપુર્વક પુછ પરછ કરતાં પોતે ગુનો કરેલાની કબુલાત કરતા જેથી સદર આરોપીને ઉપરોક્ત ગુનાના કામે તા .૨૪ / ૦૬ / ૨૦૨૨ ના કલાક ૧૮/૦૫ વાગ્યે અટક કરવામાં આવેલ

ત્યારબાદ પો.હેડ કોન્સ સરફરાજ તથા એલ.આર. રવિન્દ્ર  તથા એલ.આર. નાગજીભાઇ  નાઓ સદર ગુના સંબંધે તપાસમાં હતા  બાતમી આધારે બાતમીવાળી જગ્યાએથી સદર ગુનો આચરનાર અન્ય બે ઇસમો નામે ( ૧ ) અર્જુનભાઇ રમેશભાઇ જાતે – તળપદા ઉં.વ .૨૮ ધંધો – મજુરી રહે.છાપરામાં , વિશાલ સોસાયટીની બાજુમાં , ઝલક સોસાયટીની પાસે , નડીયાદ જી.ખેડાવા તથા ( ૨ ) નેહાબેન D / O મહેશભાઇ જાતે જમાદાર ઉ.વ .૨૫ ધંધો – મજુરી રહે .

નડીયાદ જી.ખેડાવાળી નાઓને પકડી પાડી સદર ગુના સંબંધે ઉંડાણપુર્વક પુછ – પરછ કરતાં પોતે ગુનો કરેલાની કબુલાત કરતા જેથી સદર બંન્ને આરોપીઓને ઉપરોક્ત ગુનાના કામે તા .૨૫ / ૦૬ / ૨૦૨૨ ના કલાક ૧૨:૪૫ વાગ્યે અટક કરી સદર ગુનાના કામે લુંટમા ગયેલ મુદ્દામાલ પૈકીના રૂ .૩૫૦૦ / – નો મુદ્દામાલ કબજે કરી નડીયાદ રેલ્વે પોલીસ સ્ટેશનનો લુંટનો વણશોધાયેલ ગુનો શોધી કાઢવામાં આવેલ છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.