દેશના અનેક રાજ્યોમાં ચોખાના ભાવમાં ૧૦ ટકા સુધીનો વધારો
નવી દિલ્હી, સામાન્ય લોકો પર મોંઘવારીનો માર લોટ બાદ હવે ચોખા પર પણ પડશે. દેશના અનેક રાજ્યોમાં ચોખાના ભાવ મોંઘા થયા છે. યુપી, બિહાર અને પશ્ચિમ બંગાળમાં ચોખાના ભાવમાં ૧૦ ટકા સુધીનો વધારો થયો છે. તમને જણાવી દઈએ કે, બાંગ્લાદેશે હાલમાં જ ચોખા પરની આયાત ડ્યુટીમાં ભારે ઘટાડો કરવાનો ર્નિણય લીધો છે. બાંગ્લાદેશને ડર છે કે, ભારત ઘઉં બાદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકી શકે છે.
તેથી બાંગ્લાદેશે સ્થાનિક સ્ટોક વધારવા માટે ભારતમાંથી ચોખાની આયાત કરવાનું શરૂ કર્યું છે. હકીકતમાં બાંગ્લાદેશે તાજેતરમાં ચોખા પરની આયાત ડ્યૂટી અને ટેરિફ ૬૨.૫ ટકાથી ઘટાડીને ૨૫ ટકા કરી દીધી છે. અગાઉ ભારતે ગયા મહિને જ ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો જેના કારણે નિકાસકારોએ લોટની નિકાસ વધારી દીધી હતી.
આ પરિણામે ભારતીય બજારોમાં પણ લોટના ભાવમાં વધારો થયો છે. હવે બાંગ્લાદેશના આ ર્નિણય બાદ ચોખાના ભાવમાં પણ વધારો થયો છે. લોટ બાદ હવે ચોખાના ભાવ વધારાની અસર જાેવા મળશે. ખાસ કરીને બાસમતી ચોખાના ભાવમાં વધારો થશે. તમને જણાવી દઈએ કે, બાસમતી ચોખાની સૌથી ઓછી ગુણવત્તા ૧૫૦૯ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. જેનો રેટ આ વખતે ૩૦૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી ઉપર છે.
છેલ્લા ઘણા દિવસોથી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે, ભારત ઘઉં બાદ ચોખાના નિકાસ પર પ્રતિબંધ લગાવી શકે છે. બાંગ્લાદેશે ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકવાના ભારતના ર્નિણયના ડરથી ચોખાની આયાત કરવાનો ર્નિણય લીધો છે. તમને જણાવી દઈએ કે, રશિયા અને યુક્રેન યુદ્ધના કારણે વિશ્વના અનેક દેશોમાં અનાજની અછત સર્જાઈ છે. બાંગ્લાદેશમાં પણ આ લડાઈની અસર જાેવા મળી છે.
યુપી, બિહાર અને પશ્ચિમ બંગાળમાંથી જ બાંગ્લાદેશમાં ચોખાની નિકાસ થાય છે. આ સિવાય બાંગ્લાદેશમાં પૂરના કારણે ડાંગરના પાકને પણ ઘણું નુકસાન થયું છે. તેથી જ બાંગ્લાદેશ શક્ય તેટલી વહેલી તકે ચોખાની આયાત કરવા માંગે છે. બાંગ્લાદેશના આ ર્નિણયની અસર ભારતીય બજારો પર દેખાવા લાગી છે. છેલ્લા ૪થી ૫ દિવસમાં ભારતીય નોન-બાસમતી ચોખાની કિંમત ૩૫૦ ડોલર પ્રતિ ટનથી વધીને ૩૬૦ ડોલર પ્રતિ ટન થઈ ગઈ છે.
બાંગ્લાદેશના આ ર્નિણય બાદ યુપી, બિહાર, પશ્ચિમ બંગાળના ઘણા સ્થળોએ ચોખાના ભાવમાં ૨૦ ટકાનો વધારો થયો છે. તે જ સમયે, અન્ય રાજ્યોમાં ૧૦ ટકા સુધીનો ઉછાળો જાેવા મળી રહ્યો છે. તે જ સમયે, કેન્દ્ર સરકાર અસામાન્ય નિકાસ વૃદ્ધિને લઈને સતર્ક બની ગઈ છે. કેન્દ્ર સરકારે ૧૩ મેના રોજ ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. આમ છતાં નિકાસકારો દ્વારા દર મહિને આશરે ૧ લાખ ટન લોટની નિકાસ કરવામાં આવી રહી છે. જાે આ સ્થિતિ ચાલુ રહેશે તો ચોખાના ભાવમાં પણ મોટો ભાવ વધારો જાેવા મળશે.SS2KP