ભારત-યુકે નવી સંયુક્ત એકેડમી બનાવશે: વિદેશ મંત્રી
નવીદિલ્હી, ભારત અને યુકે બંને દેશોના યુવા અને નવા રાજદ્વારીઓને તાલીમ આપવા માટે સંયુક્ત કોમનવેલ્થ ડિપ્લોમેટિક એકેડમી પ્રોગ્રામ શરૂ કરશે. વિદેશ મંત્રી એસ. જયશંકર અને તેમના બ્રિટીશ સમકક્ષ લિઝ ટ્રૂસે ગયા અઠવાડિયે રવાંડામાં એક બેઠક બાદ નવી એકેડમી સ્થાપવાની યોજનાની જાહેરાત કરી હતી.
આ એકેડમીનો હેતુ સંયુક્ત રીતે કોમનવેલ્થના મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે હશે. “આ કાર્યક્રમના સ્નાતકો સ્વ-ર્નિણયના સમર્થનમાં કોમનવેલ્થને એક કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે,” ટ્રસએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું, “પવર્તમાન ભૌગોલિક રાજકીય વિશ્વમાં, આપણે લોકશાહી અને સાર્વભૌમત્વના કોમનવેલ્થ મૂલ્યોને સમર્થન આપવું જાેઈએ, યુકે અને ભારત ૨૧મી સદીને અનુરૂપ આધુનિક કોમનવેલ્થ બનાવવા અને અમારા સભ્યોને મજબૂત બનાવવામાં મદદ કરે છે.”
“તેથી જ અમે એક નવા કોમનવેલ્થ ડિપ્લોમેટિક એકેડમી પ્રોગ્રામ પર સાથે મળીને કામ કરી રહ્યા છીએ જે વર્તમાન પડકારોને પહોંચી વળવા યુવા રાજદ્વારીઓને તાલીમ આપશે,”HS2KP