ઉદયપુરના કન્હૈયાલાલે ૧૫ જૂને જ વ્યક્ત કરી હતી હત્યાની આશંકા
ઉદયપુર, રાજસ્થાનના ઉદયપુરમાં દરજીની ઘાતકી હત્યાએ સૌને ચોંકાવી દીધા છે. ટેલરની હત્યા બાદ હત્યારાઓએ વીડિયો પણ ઓનલાઈન શેર કર્યો હતો. જેમાં તે કહી રહ્યો છે કે તેણે ઈસ્લામનો બદલો લેવા માટે આ પગલું ભર્યું છે.Udaipur’s Kanhaiyalal fears murder on June 15
બીજી તરફ આ હત્યાકાંડ બાદ ઉદયપુરમાં પણ હિંસાના કેટલાક મામલા સામે આવ્યા હતા. આ પછી કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ટેલર કન્હૈયાલાલે ૧૫ જૂને પોલીસને પત્ર લખીને તેની હત્યાની શક્યતા વ્યક્ત કરી હતી અને સુરક્ષાની માંગ કરી હતી. તેમ છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી. આવી સ્થિતિમાં હવે પોલીસ પર પણ સવાલો ઉઠી રહ્યા છે. જાે પોલીસે સમયસર કાર્યવાહી કરી હોત તો આ ઘટના બની ન હોત.
કન્હૈયાલાલે ૧૫મી જૂને પોલીસને લખેલા ફરિયાદ પત્રમાં જણાવ્યું હતું કે ૫-૬ દિવસ પહેલા તેમના પુત્ર સાથે મોબાઈલ પર ઈન્ટરનેટ દ્વારા ગેમ રમતા સમયે એક વાંધાજનક પોસ્ટ કરવામાં આવી હતી. પરંતુ બે દિવસ બાદ કેટલાક લોકો તેની દુકાને આવ્યા હતા અને મોબાઈલથી વાંધાજનક પોસ્ટની માહિતી આપી હતી. તે પછી મેં પોસ્ટ કાઢી નાખી. કન્હૈયાલાલે આગળ લખ્યું કે, મારા પાડોશી દ્વારા ૧૧ જૂને મારી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
કન્હૈયાલાલે પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે નાઝીમ અને તેની સાથેના ૫ લોકો તેની દુકાનની રેકીંગ કરી રહ્યા છે. તેઓ મને દુકાન ખોલવા દેતા નથી. આ લોકો મારી દુકાન ખુલતાની સાથે જ મને મારી નાખવાનો પ્રયાસ કરશે.
નાઝીમે સોસાયટીના ગ્રુપમાં મારો ફોટો વાયરલ કર્યો છે. બધાને કહેવામાં આવ્યું છે કે જાે આ વ્યક્તિ ક્યાંય દેખાય અથવા દુકાને આવે તો તેને મારી નાખો. આ લોકો દબાણ કરી રહ્યા છે કે જાે હું દુકાન ખોલીશ તો મને મારી નાખવામાં આવશે. એટલું જ નહીં, કન્હૈયાલાલે નાઝીમ સહિત અન્ય આરોપીઓ સામે પણ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમજ સુરક્ષા માંગવામાં આવી હતી.
બીજી તરફ પોલીસનો દાવો છે કે કન્હૈયાલાલની ફરિયાદ બાદ પોલીસે બંને પક્ષોનું સમાધાન કરાવ્યું હતું. જાે કે તેમ છતાં આરોપી કપડા સિલાઇ કરાવવાના બહાને કન્હૈયાલાલની દુકાને પહોંચ્યો હતો અને ત્યાં તેની હત્યા કરી હતી. કન્હૈયા લાલની ઉદયપુરમાં ભૂતમહેલ પાસે સુપ્રીમ ટેલર્સ નામની દુકાન છે.
કન્હૈયા લાલ ગોવર્ધન વિલાસ વિસ્તારનો રહેવાસી હતો. ઉદયપુર કેસમાં અત્યાર સુધીમાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.,ઉદયપુરમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ઈન્ટરનેટ બંધ છે.,સમગ્ર રાજસ્થાનમાં ૧ મહિના માટે કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે.,Section 12 was implemented in the whole of Rajasthan for 1 month
ધનમંડી પોલીસ સ્ટેશનના એએસઆઈ ભંવરલાલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એએસઆઈ ભંવરલાલે જ કન્હૈયા અને આરોપી વચ્ચે સમાધાન કરાવ્યું હતું.,મૃતકોના પરિજનોને ૩૧ લાખ વળતરની જાહેરાત કરવામાં આવી છે.,પરિવારના બે સભ્યોને કરાર પર સરકારી નોકરી આપશે.HS1MS