Western Times News

Gujarati News

વડોદરામાં મનપાની જગ્યા પર બિલ્ડરે મંજૂરી વગર RMC પ્લાન્ટ ઊભો કરી દીધો

વડોદરા , વડોદરા મનપા અને વિવાદ એક સિક્કાની બે બાજુ સમાન દેખાઈ રહ્યું છે. મનપાના અધિકારીઓ એટલી ગાઢ નિદ્રામાં છે કે કોર્પોરેશનની જગ્યા પર કોઈ બાંધકામ માટે RMC પ્લાન્ટ ઊભો કરી દે તો પણ કોઈને કશું પડી જ નથી. બસ અધિકારીઑ એસી ઓફિસમાં બેઠા બેઠા મનફાવે તેમ વહીવટ કરે છે. In Vadodara, the builder erected an RMC plant on the site of Manpa without permission

જાણે વિરોધ થાય ત્યારે નોટિસો આપી સંતોષ માની લે છે.વડોદરા મનપાના પ્લોટ પર RMC પ્લાન્ટ બાંધી દેવામાં આવ્યો છે. ન્યાસા ક્રોસવિંડ નામના બિલ્ડરે મનપાની મંજૂરી વિના RMC પ્લાન્ટ ઉભો કરી દીધો હતો. સમગ્ર મામલો મીડિયામાં આવતા હવે મનપા રહી રહીને જાગ્યું છે અને બિલ્ડરને પ્લોટનું રૂ.૨૯ લાખ ભાડુ ચુકવવા નોટિસ આપી છે.

આમ જાેવા જઈએ તો સરકાર કે કોર્પોરેશનની જાહેર મિલકત પર કોઈ અનધિકૃત બાંધકામ બાંધી કબજાે જમાવે તો લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાવી શકાય છે પણ અહીં તો મનપાએ ફક્ત નોટિસ આપી મામલો રફેદફે કરવાનો પ્રયાસ કર્યો હોય તેવી ગંધ આવી રહી છે.
સમગ્ર મુદ્દે વડોદરા કોંગ્રેસ પણ આકરા પાણીએ થઈ છે.

કોંગ્રેસે બિલ્ડર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવા માંગ કરી છે. તેમજ બિલ્ડર પાસેથી ભાડા ઉપરાંત પેનલ્ટી વસૂલવાનો પણ અવાજ ઉઠાવ્યો છે. ‘ટીપી સ્કીમની અંદર કપાત થયેલો પ્લોટ જે સરકારનો કહેવાય તેના પર RMC પ્લાન્ટ બાંધી બાંધકામ કરવામાં આવી રહ્યું હતું. જે પ્લોટ પર RMC પ્લાન્ટ ઊભો કર્યો હતો તેની ઝુંપડા ઊભા કરવામાં આવ્યા હતા કયા કપચી નાખવામાં આવી હતી.

તો ક્યાંક પ્લોટમાં ડમ્પર પાર્ક કરેલા જાેવા મળ્યા હતા. ત્યારે નિયમ અનુસાર જે ૩ હજાર સ્કેવર મીટર છે જેમાં કોર્પોરેશને બજેટમાં જે નવી જાેગવાઈ કરી છે કે મનપાએ નક્કી કરેલું ભાડું ભરીને તે પ્લોટ વાપરી શકે. તે મુજબ તેમણે ૨૯ લાખ ભાડુ વસૂલવાનો આદેશ કરવામા આવ્યો છે.

સાથે જ કેયૂર રોકડીયાએ કહ્યું હતું કે આ પ્લોટ લેવા જાન્યુઆરી મહિનામાં માંગણી કરી હતી પણ મંજૂરીના અભાવે આ જગ્યા તેમને પ્રાપ્ત થઈ શકી ન હતી. પણ કોર્પોરેશનની જાણ બહાર ચોથા મહિનાથી વાપર ઉપયોગ ચાલુ કર્યો હતો. ત્યારે એપ્રિલ મે અને જુન આ ત્રણ મહિનાનું ભાડું ગણીને ૨૯ લાખ વસૂલ કરવાની કાર્યવાહી કોર્પોરેશન દ્વારા સત્વરે કરવામાં આવી છે.’

અહી મોટો સવાલ એ છે કે જાે કોર્પોરેશનની જાણ બહાર આ પ્લોટની વાપરવા પર કેમ કોઈ કડક કાર્યવાહી કરવામા આવી નથી? મનપાના પ્લોટ પર બાંધકામની મંજૂરી લેવી જરુંરી એ પણ લેવામાં આવી નથી તો પ્લાન્ટ શીલ તેમજ લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કેમ નહીં? . દેખેતી રીતે આ મામલામાં કોર્પોરેશન ઢીલી નીતિ અપનાવતું હોય તેમ લાગી રહ્યું છે.

કોઈ પણ પરમીશન વગર જમીન પચાવી મનફાવે તેમ બાંધકામ રૂપે પ્લાન્ટ શરૂ ન કરી દે તે માટે દાખલારૂપ કાર્યવાહીની આ કેસમાં જરૂર હતી પણ માત્ર ભાડા વસૂલીની નોટિસ આપી સંતોષ માની લેવાતા મનપાની નીતિ સામે અનેક સવાલો ઉઠયા છે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.