રાજકોટના ભક્તિનગર પો. સ્ટેશનની હદમાં લાગૂ કરી દેવાયો અશાંતધારો
રાજકોટ , ઘણા સમયથી રાજકોટ શહેરના કેટલાક વિસ્તારમાં અશાંત ધારો અમલી કરવાની માંગ તીવ્ર બની હતી. ત્યારે આજે રાજકોટ વાસીઓ માટે મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. શહેરમાં વધુ એક વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરી દેવામાં આવ્યો છે.રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં હવે કોઈ પણ પ્રોપર્ટીની લે વેચ કરવી હશે તો પહેલા ક્લેક્ટરની મંજૂરી લેવી પડશે.
એટલે કે ભક્તિનગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારમાં વર્ષ ૨૦૨૬ સુધી અશાંત ધારો લાગુ કરી દેવામાં આવ્યો છે.જ્યારે મકાન કે દુકાન વેચવી હોય તો નિયંત્રણ લાગે. મિલકત વેચવા માટે કલેક્ટરને જાણ કરવી પડે. કલેક્ટરને મિલકત વેચવાનું કારણ જણાવવું પડે. મિલકત કોને વેચી રહ્યાં છો તેની વિગત પણ આપવી પડે.
કલેક્ટર ખરીદનાર-વેચનારની સુનાવણી હાથ ધરે. કલેક્ટરને ઠીક લાગે તો જ સોદો થયેલો ગણાય.
કોમી તોફાનો પછી મિલકતોના ખરીદ-વેચાણની ફરિયાદો હતી. જેના પગલે અશાંત ધારા નામે કાયદો બનાવાયો. તોફાનો બાદ ખાલી પડેલી મિલકતો પચાવી પાડતા હતા. કોમી વૈમનસ્ય વધે નહી તે માટે અશાંત ધારો ઉપયોગી.SS3KP