Western Times News

Gujarati News

“પ્રોજેક્ટ દિશા”, જરૂરત મંદ લોકોને આંખોની સારવાર માટે કે.ડી. હૉસ્પિટલની માનવતા ભરી પહેલ 

અમદાવાદ : પ્રોજેક્ટ દિશા, કે. ડી. હૉસ્પિટલની એક એવી પહેલ છે જેનાથી જરૂરીયાતમંદ લોકોને આંખની યોગ્ય સારવાર મળી રહે. એક ખાસ કાર્યક્રમમાં ડૉ. કેતન દેસાઇ (Dr. Ketan Desai) વર્લ્ડ મેડિકલ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ)ના વરદ હસ્તે પ્રોજેક્ટ દિશા અંતર્ગત મોબાઇલ વેનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. KD Hospital Ahmedabad launches Project Disha- a humanitarian mission to provide quality Eye care for the needy

જે બાદ આ વેન મહેસાણાના લિંચ સુધી પ્રવાસ કરી પહોંચી હતી અને સ્થાનિકો માટે આંખની સારવાર માટેનો પોતાનો પહેલો કેમ્પ યોજ્યો હતો. કે.ડી.હૉસ્પિટલ દ્વારા યોજવામાં આવેલા આ આંખના કેમ્પ અંગે સ્થાનિકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. 453 લોકોએ આંખોની તપાસ કરાવી અને 71 લોકોએ આંખોની વધુ સારવાર માટે રજીસ્ટ્રેશન પણ કરાવ્યું હતું.

કે.ડી. હોસ્પિટલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ર્કોનિયા અને રિફ્રેક્ટિવ સર્જન ડો.અનુજા દેસાઈ જયારે ઓપ્થેલ્મોલોજિસ્ટ બન્યા ત્યારથી પ્રોજ્ક્ટ દિશા  નુ વિચારબીજ તેમના મગજમા પરીકલ્પના તરીકે આકાર લઈ રહ્યુ હતુ. આ વિશે વધુ માહિતી આપતાં ડૉ. દેસાઈએ જણાવ્યું હતું કે,”દરેક વ્યક્તિ ભલે છેવાડાના વિસ્તારમાં પણ કેમ ન રહેતો હોય તેને સારી દ્રષ્ટિ મળવી જોઇએ.

default

પ્રોજેક્ટ દિશાના માધ્યમથી અમે વધુમાં વધુ લોકો સુધી પહોંચીને તેમના ઘર આંગણે આંખની યોગ્ય સારવાર પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. કમ્યુનિટી આઈ ચેકઅપ દ્વારા આંખની યોગ્ય સારવાર તમામ લોકો સુધી પહોંચે તે અત્યારના સમયની તાતી જરૂરિયાત છે. ”

પ્રોજેક્ટ દિશાનો પ્રાથમિક ઉદ્દેશ આંખોની સઘન તપાસ કરવાનો છે. મોબાઈલ આઈ કેર ક્લિનિક હોવાના કારણે તે દૂરના ગામડાઓમાં રહેતા અને ગરીબીની રેખાની નીચે જીવતા લોકોની આંખોની તપાસ કરી તેમને આંખોના વિભિન્ન રોગો જેવા કે મોતિયા બિમ્બ, રિફ્રેકિટવ એરર્સ (જોવામાં તકલીફ), ડાયાબિટીક રેટીનોપેથી, ઝામર (ગ્લુકોમા), કોર્નિયલ રોગ જેવી આંખની તકલીફથી માહિતગાર કરવામાં આવશે.

આ ઉપરાંત પ્રોજેક્ટ દિશા અંતર્ગત કે.ડી.હૉસ્પિટલ, બાળકોની આંખની તપાસ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારના સહયોગથી વિભિન્ન સરકારી શાળાઓમાં  પણ કેમ્પ યોજશે. જો આ તપાસમાં વધુ સારવારની જરૂર જણાશે તો આ બાળકોનો કે. ડી. હૉસ્પિટલના ઓપ્થેલ્મોલોજી વિભાગમાં લાવીને નિ:શુલ્ક સારવાર આપવામાં આવશે.

કે. ડી. હૉસ્પિટલના મેનેજીંગ ડિરેક્ટર ડૉ. અદિત દેસાઈએ આ પ્રોજેક્ટ વિશે વધુમાં જણાવ્યું હતું કે, પ્રોજેક્ટ દિશા શરૂ કરવા પાછળનો ઉમદા વિચાર ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને આંખોની તપાસ અને રોગો વિશે માહિતી પહોંચાડી અને તેમનામાં આંખની સારવાર અને તપાસ વિશે જાગૃકતા ફેલાવાનો છે.

દેશના ઘણા લોકો માહિતીના અભાવે અને પૈસાની અછતના કારણે અંધત્વનો ભોગ બને છે. આ પ્રોજેક્ટ દિશા દ્વારા અમે તેમને આંખોની સારવાર કરાવવા માટે જાગૃત કરીશું. અમારી પાસે એક કાર્યદક્ષ પ્રણાલી છે જેના દ્વારા અમે છેવાડાના માણસ સુધી આંખોની યોગ્ય સારવાર પહોંચાડવાના તમામ પ્રયત્ન કરીશું.

અમદાવાદના વૈષ્ણો દેવી સર્કલના પ્રાઈમ લોકેશન પાસે  કુસુમ ધીરજલાલ મલ્ટી સ્પેશિયાલિટી હૉસ્પિટલ (કે ડી. હોસ્પિટલ) આવેલી છે જે દરેક વ્યક્તિને પોસાય તેવા દરમાં અત્યાધુનિક સાધનો સાથે સારવાર આપે છે.  કે.ડી.હૉસ્પિટલના વિવિધ કાર્યદક્ષ વિભાગમાંથી એક છે ઓપ્થેલ્મોલોજી વિભાગ.

જ્યાં આંખોની તપાસ, ટાંકા વગરની મોતિયાની સર્જરી, ચશ્મા દૂર કરવા માટે લેસિક- રીફ્રેક્ટિવ સર્જરી, ડાયાબિટીક રેટિનોપેથી સ્ક્રીનિંગ, ગ્લુકોમાની સારવાર, સર્જિકલ મેનેજમેન્ટ વગેરે જેવી સેવાઓ પૂરી પાડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.